• Home
  • News
  • ગુજરાતથી લંડન પરત જતાં NRIને અકસ્માત નડ્યો:મુંબઈ એરપોર્ટ જઇ રહેલી સ્કોડા કારની બસ સાથે ટક્કર, 4 લોકોનાં સ્થળ પર જ મોત
post

સમાચારને પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો અકઠાં થઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:55:54

બારડોલી: ગત મધરાત્રે સુરત-મુંબઇ નેશનલ હાઇવે ઉપર આવેલા ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. બારડોલીથી લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એન.આર.આઇને એરપોર્ટ ઉપર મૂકવા જઇ રહેલી સ્કોડા કારને અગમ્ય સંજોગોમાં ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજતાં બારડોલીમાં ગમગીની છવાઈ હતી. સમાચારને પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો અકઠાં થઈ ગયા હતા.

કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત
બારડોલીમાં પરિવારને મળવા માટે આવેલા NRI ઇબ્રાહિમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાનાં હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ સ્કોડા કારચાલક મહંમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. મળસકેના 4 વાગ્યાના આસપાસના સમયે તેઓની સ્કોડા કાર અન્ય વાહન સાથે અથડાતા કારમાં સવાર ચારે ચારનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. ચારેયના મોતના સમાચારના પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયનાં મોટી માત્રામાં ટોળાં ઊમટ્યાં હતાં. જે દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ મૃતકોની પી.એમ સહિત કાનૂની પ્રક્રિયા કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાલઘર પોલીસે તપાસ હાથ ધરી
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતમાં કાર અને બસની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ધટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. માદરે વતનથી લંડન પરત જવા માટે NRI પરિવાર મુંબઈ એરપોર્ટ જઈ રહ્યો હતો. જેમાં પાલઘર પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં કાર સીધી બસમાં ધૂસી ગઈ હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post