• Home
  • News
  • ગુજરાતમાં 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો
post

નવા 783 કેસ આવતાં કુલ 38,419 કેસ થયા, ગુજરાતમાં મૃત્યુદર 5.20 ટકા આસપાસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:38:16

અમદાવાદ:બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. એક્ટિવ કેસમાં થઇ રહેલાં વધારાને કારણે આવનારા દિવસોમાં હોસ્પિટલો પર ભારણ વધી શકે છે, કારણ કે આ તમામ દર્દીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડે તેવી સ્થિતિમાં હોય છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.

24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આમ આ બે પખવાડિયામાં 2,943 એક્ટિવ કેસ વધી ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 1,994 મૃત્યુ થયાં છે અને હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post