• Home
  • News
  • ચાંદખેડાની SMS હોસ્પિટલના 7મા માળે નર્સે સુસાઇડ કર્યું, પરિવારનો આક્ષેપ- સ્ટાફે અમને કહ્યું બે કલાક પહેલાં ગાયબ થઈ
post

ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે જીમીએ આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:06:27

અમદાવાદ: અમદાવાદમાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો આજે એસએમએસ હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આત્મહત્યા કર્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવતી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પ્રેમ પ્રકરણમાં સુસાઇડ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવારજનો સાથે યુવકે વીડિયો વાઈરલ કર્યો
સોશિયલ મીડિયામાં જીમી પરમારના પરિજનો સાથેનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે, તારીખ 12ના રોજ જીમીબેન પરમાર નામની 24 વર્ષની યુવતી ખોવાઈ ગયેલ છે. આ બાબતની જાણ અમને એસએમએસ હોસ્પિટલ કરી છે. એસએમએસ હોસ્પિટલમાં તે સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો તથા અમે બધા એસએમએસ હોસ્પિટલમાં આવ્યા. અમને મળતાં એવું જણાવ્યું કે, આપની દીકરી છે તે છેલ્લા 2 કલાકથી ગાયબ છે. મળતી નથી, કોઈપણ સંપર્ક થતો નથી. એમને પૂછ્યું તો કે તમે શું તપાસ કરી. તો તેમણે અમને એવું જણાવ્યું કે, હોસ્પિટલની હરેક રૂમ, ટોઈલેટ બાથરૂમ તથા રેસિડેન્સ ક્વોટર્સ છે સ્ટાફ નર્સના એ એકેએક બધા અમે ચેક કરી નાખ્યા છે. હોસ્પિટલનું હરેક અમે ચેક કર્યુ છે.

પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો
તેના સિવાય અમે પાંચ-છ કલાક બંને જગ્યાએ તપાસ કરી અને લાગતીવળતા જગ્યાએ દીકરી ન મળતાં ચાંદખેડા પોલીસ સ્ટેશને અમે રૂબરૂ મળવા ગયા હતા. બીજા દિવસે અમે ચોવીસ કલાક બાદ અમે અરજી આપી. પરંતુ અરજી આપી તેના પછી પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા આવી ન હતી. અમે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા. પોલીસે કોઈપણ પગલાં ભર્યા નથી. પોલીસે અમને જણાવ્યું કે અમે અન્ય બંદોબસ્તમાં બીઝી છીએ.

હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનો આક્ષેપ
ત્યારબાદ હોસ્પિટલનો વારંવાર સંપર્ક કર્યો હતો. પછી અમને જાણવા મળ્યું છે કે જે હોસ્પિટલ છે ત્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા નથી. અમે હોસ્પિટલ પ્રસાશનને પૂછ્યું કે સીસીટીવી કેમેરા બતાવો તો તેમણે કહ્યું કે ચાર દિવસથી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ છે. આ બિલ્ડિંગ છે એસએમએસ હોસ્પિટલમાં અમે ઊભા છીએ. ત્યાં સાતમા માળે અત્યારે અંડરકન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે. જો અત્યારે અંડરકન્સ્ટ્રક્શન હોય તો આને બીયુ પરમિશન આપી કોણે? રજા ચિઠ્ઠી આપી કોણે? ખરેખર આ શંકાના દાયરામાં આવે છે. અમારો આક્ષેપ છે કે રિક્વેસ્ટ છે જનરલ પબ્લિકને કે હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. કારણ કે દીકરીએ હાલમાં સુસાઈડ કર્યુ છે એમ અમને જાણવા મળ્યું છે. જો દીકરીએ 12 તારીખે સુસાઈડ કર્યુ છે તો અમે અહીં આવ્યા ત્યારે હોસ્પિટલના સ્ટાફે અમને એવું જણાવ્યું કે અહીંથી બે કલાક પહેલાં બહાર ગઈ છે. એવું હોસ્પિટલના સ્ટાફે કહ્યું છે તો એકેએક ટોઈલેટ બાથરૂમ તપાસ્યું છે. જો હોસ્પિટલ આ શબ્દ ઉપયોગ ન કરતી તો અમે દીકરીને હોસ્પિટલમાં જ શોધતા, એમની ભૂલના લીધે ગંભીર ભૂલના લીધે પરિવારજનો તેમની દીકરીને ગુમાવી ચૂક્યા છે. પબ્લિક સાથે અમે જે મદદ બને તે માટે સંપર્ક કરીશું. આ રૂમ છે એક્ઝામિનેશન હોલ, તેમાં બધી એક્ઝામ લેવાય છે અને બીયુ પરમિશન પણ આપી છે. તો ખરેખર આ બાબતે જવાબદાર કોણ છે અમને સપોર્ટ કરવા વિનંતી.

12 જાન્યુઆરીએ જીમી ઘરે પરત ફરી ન હતી
એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની 24 વર્ષની નર્સ ફરજ બજાવતી હતી. 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી જીમી પરત આવી નહોતી. જેથી પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં જીમી ગુમ થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ આજે ત્રણ દિવસે હોસ્પિટલના જ સાતમા માળેથી જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ માળ્યો હતો.

પોલીસને સુસાઈડ નોટ મળી
ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે જીમીએ આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી હતી. જેમાં જીમીએ લખ્યું હતું કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. આ ઉપરાંત સુસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે એફએસએલ અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post