• Home
  • News
  • SCની કમિટી પર વાંધો, ખેડૂતો પોતાની લડાઈ ચાલુ રાખશે; આજે કાયદાની નકલ સળગાવશે
post

26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે શાંતિથી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:50:56

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાને લાગુ થવાથી અટકાવી દીધા છે. કોર્ટે સરકાર-ખેડૂત સંગઠનો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિટીની રચના કરી છે એની પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કમિટીમાં સામેલ ચાર લોકો પહેલાં જ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. તો આ તરફ ખેડૂતો પણ આંદોલનને ચાલુ રાખવા માટે મક્કમ છે. આજે તેઓ કૃષિ કાયદાની નકલની હોળી કરશે.

કોંગ્રેસે કહ્યું- કોણ ન્યાય કરશે?
કોંગ્રેસે પણ કમિટીના સભ્યો અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે એને અમે વધાવીએ છીએ પણ જે ચાર સભ્યની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ ચાર સભ્ય પહેલાંથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યા છે. આ લોકો ખેડૂતો સાથે શું ન્યાય કરશે એ સવાલ છે? તેમણે વધુમાં કહ્યું હતું કે આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશે.

કમિટીના સભ્ય અનિલ ઘનવટે કહ્યું- કોર્ટના આદેશ પર કામ કરીશું, અંગત મતને દૂર રાખશું કમિટિ પર ઊઠી રહેલા સવાલો વચ્ચે કમિટિના સભ્ય અનિલ ઘનવટે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે, ખેડૂતોનું આદોલન છેલ્લા 50 દિવસથી ચાલી રહ્યું છે અને આ દરમિયાન ઘણા ખેડૂતો શહીદ થયા છે. પરંતુ આ આંદોલને ક્યાંક તો અટકવું જોઈએ અને ખેડૂતોના હિતમાં કાયદો બનવો જોઈએ.

ખેડૂતો પોતાની લડાઈ ચાલું રાખશે
ખેડૂતો હજી પણ પોતાની લડાઈ ચાલું રાખવા માટે મક્કમ છે. બુધવારે લોહડીના અવસર પર સંગઠનો દ્વારા કૃષિ કાયદાની નકલોની હોળી કરાશે. સાથે જ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે શાંતિથી ટ્રેક્ટર રેલી કાઢવાની પણ વાત કહી છે, જો કે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતોને નોટિસ પકડાવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post