• Home
  • News
  • નેતાઓનો ખાનગી પ્રેમ!:કોરોનાગ્રસ્ત 32 નેતામાંથી માત્ર 9એ સરકારીમાં, 9 MLA સહિત 12 નેતાએ પ્રાઇવેટમાં સારવાર લીધી
post

સરકારી હોસ્પિટલો તો બિચારી જનતા માટે, ભાજપના વર્તમાન અને કોંગ્રેસના માજી પ્રમુખ પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 09:36:23

સરકારી હોસ્પિટલોમાં શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળતી હોવાના દાવા કરનારા નેતા જ ખુદ સારવાર માટે ખાનગી હોસ્પિટલ પર પસંદગી ઉતારી રહ્યા છે. ગુજરાતના 3 મંત્રી, એક પ્રદેશ અધ્યક્ષ, 19 ધારાસભ્ય, 4 સાંસદ, એક પૂર્વ મુખ્યમંત્રી, એક પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પક્ષ પ્રવક્તા સહિત રાજ્યના 32 મોટા નેતાઓ જ્યારે જિલ્લા કક્ષાના 100થી વધુ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી બે મંત્રીઓ સહિત 9 નેતાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત 12 નેતાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી છે. તો એક કેબિનેટ મંત્રી સહિત 11 નેતા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ હતા.

BJP પ્રદેશ પ્રમુખ સહિત આ નેતાઓ ખાનગી હોસ્પિટલમાં ગયા
કોરોના પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા નેતાઓમાં ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા અને હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ છે. આ સિવાય વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત નવ ધારાસભ્યો, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પણ ખાનગીમાં સારવાર લઈ ચૂક્યા છે.

·         સી.આર. પાટીલ, પ્રદેશ પ્રમુખ, ભાજપ

·         મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા,

·         જગદીશ પંચાલ, ધારાસભ્ય, અમદાવાદ

·         કાન્તિ ખરાડી, ધારાસભ્ય, દાંતા

·         હર્ષ સંઘવી, ધારાસભ્ય, સુરત

·         ચિરાગ કાલરિયા, ધારાસભ્ય, જામજોઘપુર

·         ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય, વાવ

·         નીમાબેન આચાર્ય, ધારાસભ્ય, ભુજ

·         નિરંજન પટેલ, ધારાસભ્ય, પેટલાદ

·         શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી

·         ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ

·         કાંતિ બલર, ધારાસભ્ય, સુરત

2 મંત્રી સહિત 9એ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી

·         હકુભા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી

·         રમણ પાટકર, રાજ્ય કક્ષાના મંત્રી

·         સી. જે. ચાવડા, ધારાસભ્ય, ગાંધીનગર

·         કિશોર ચૌહાણ, ધારાસભ્ય, અમદાવાદ

·         બલરામ થવાની, ધારાસભ્ય, અમદાવાદ

·         ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય, અમદાવાદ

·         અભય ભારદ્વાજ, સાંસદ, રાજ્યસભા

·         ભરત પંડ્યા, ભાજપ પ્રવક્તા

·         બીનાબેન આચાર્ય, મેયર, રાજકોટ

ડોક્ટરની સલાહથી 11 નેતા હોમ આઇસોલેશનમાં રહ્યા
બીજી તરફ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ સહિત ત્રણ સીટિંગ એમપી, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તથા છ ધારાસભ્ય સહિત 11 નેતાઓએ હોસ્પિટલમાં સારવારને બદલે ડોક્ટરની સલાહથી હોમ આઇસોલેશનમાં રહી સારવાર લીધી હતી.

·         જયેશ રાદડિયા, કેબિનેટ મંત્રી

·         અરવિંદ રૈયાણી, ધારાસભ્ય, રાજકોટ

·         કેતન ઇનામદાર, ધારાસભ્ય, સાવલી

·         હર્ષદ રીબડિયા, ધારાસભ્ય, વિસાવદર

·         રમણ પટેલ, ધારાસભ્ય, વિજાપુર

·         કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ

·         હસમુખ પટેલ, સાંસદ, અમદાવાદ

·         રમેશ ધડૂક, સાંસદ, પોરબંદર

·         નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ, મહેસાણા

·         વી.ડી. ઝાલાવાડિયા, ધારાસભ્ય, સુરત

·         પ્રવીણ ઘોઘારી, ધારાસભ્ય, સુરત

 

adv

Related News

post
post
post
post
post
post
post