• Home
  • News
  • અમદાવાદ શહેરમાં પોણો ઈંચ વરસાદ, ભારે પવન ફૂંકાતા છ સ્થળે ઝાડ પડ્યાં
post

આશ્રમ રોડ પાસે આવેલી જૂની રિઝર્વ બેંક પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં કાર, ટેમ્પો અને પેંડલ રિક્ષા કચડાઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:48:27

અમદાવાદ: શહેરમાં ગુરુવારે બપોરે અને સાંજના સમયે વરસાદી ઝાપટાં પડ્યા હતાં, જેમાં 17 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ રાણીપમાં 27.5 મીમી, ઉસ્માનપુરામાં 25 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં 6 સ્થળે ઝાડ પડ્યાના બનાવો પણ નોંધાયા હતા. 

ગુરુવારે ઓઢવમાં 19 મીમી, ચાંદખેડામાં 22.5 મીમી, બોડકદેવમાં 17.5 મીમી, ગોતામાં 11.5 મીમી, સરખેજમાં 23.5 મીમી, દૂધેશ્વરમાં 18 મીમી અને વટવામાં 11 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ઝોનમાં 6 જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદ ઊઠી હતી. જ્યારે મધ્ય ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 2 તથા ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 - 1 સ્થળે ઝાડ પડ્યા હતા.  આશ્રમ રોડ પાસે આવેલી જૂની રિઝર્વ બેંક પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં કાર, ટેમ્પો અને પેંડલ રિક્ષા કચડાઈ ગયા હતા. જોકે મોટી જાનહાનિ થઈ નહોતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું વેલમાર્ક લો-પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે, જેને કારણે આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

ઝોન પ્રમાણે વરસાદ

ઝોન

વરસાદ મીમી.માં

પૂર્વ

8.16

પશ્ચિમ

19.89

ઉ.પશ્ચિમ

14.54

દ.પશ્ચિમ

39.2

મધ્ય

11.75

ઉત્તર

1

દક્ષિણ

5.5

 

adv

Related News

post
post
post
post
post
post
post