• Home
  • News
  • સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક
post

કોરોના કેસમાં ઘટાડો આવ્યા બાદ હવે સુરતવાસીઓ પર મ્યુકરમાઈકોસિસનો કહેર જોવ મળી રહ્યો છે. સુરતમાં મ્યુકરમાઈકોસિસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-29 16:57:41

સુરત: કોરોના કેસમાં ઘટાડો આવ્યા બાદ હવે સુરતવાસીઓ પર મ્યુકરમાઈકોસિસનો કહેર જોવ મળી રહ્યો છે. સુરતમાં મ્યુકરમાઈકોસિસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મ્યુકરમાઈકોસિસના 5 નવા વેરિયન્ટ જોવા મળતા લોકોમાં વધુ ભય ફેલાય રહ્યો છે. હાલ સુરતની કિરણ હોસ્પિટલમાં 105 દર્દી મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઈકોસિસ બીમારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મ્યુકરમાઈકોસિસ બીમારીએ લોકોમાં વધુ ભય પેદા કર્યો છે. એવામાં સુરતમાં મ્યુકરમાઈકોસિસ બીમારીના 5 નવા વેરિયન્ટ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વેરિયન્ટ દર્દીઓ માટે 80 ટકા ઘાતક હોઈ શકે છે.

મ્યુકરમાઈકોસિસના કુલ 200 જેટલા વેરિયન્ટ છે. ત્યારે સુરતમાં મ્યુકરમાઈકોસિસના 5 નવા વેરિયન્ટ સામે આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હાલ સુરતની કિરણ હોસ્પિટલમાં 105 દર્દી મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. રાજ્યના અલગ અલગ વેરિયન્ટવાળા દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post