• Home
  • News
  • વુહાનથી અમદાવાદમાં એક વ્યક્તિ આવતાં કેન્દ્રીય આરોગ્યની ટીમના ધામા
post

સિવિલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીને ન્યુમોનિયા ડિટેક્ટ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 10:18:14

અમદાવાદ: અમદાવાદમાં ચીન સહિતના દેશમાંથી પરત આવેલા 200 લોકોનું 14 દિવસ સુધી હેલ્થ વિભાગની 72 ટીમો દ્વારા સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. આમાંથી 113 મુસાફરો 15 જાન્યુઆરી પહેલા અમદાવાદ આવી ગયા હતા જ્યારે 85 મુસાફરો 15 જાન્યુઆરી પછી અમદાવાદ આવ્યા છે. ઉપરાંત ચીનના વુહાન શહેરમાં જયાં કોરોના વાઈરસથી સંખ્યાંધ લોકોના મોત થયા છે ત્યાંથી પણ એક વ્યક્તિ અમદાવાદ આવ્યો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું છે. જો કે, વ્યકિતને કોરોના વાઈરસના કોઈ પણ લક્ષણો નહીં હોવાનો દાવો કરાય છે પરંતુ તાજેતરમાં આંબલી રોડ ખાતે રહેતા પરિવાર થાઈલેન્ડથી પરત ફરતા 28 વર્ષની યુવતીને ન્યુમોનિયા ડિટેકટ થતા ઝાયડસ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુવતીને કોરાનાના શંકાસ્પદ લક્ષણો હોવાનું માનીને આરોગ્ય વિભાગે સેમ્પલ કલેકટ કર્યા છે.


બી.જે.મેડિકલ કોલેજમાં કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે
ચીનના વુહાન ખાતેથી એક વ્યક્તિ અમદાવાદ આવ્યા હોવાના કારણે અને એક યુવતીનેે શંકાસ્પદ કોરોના જણાતા કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ટીમે અમદાવાદ એરપોર્ટ અને સિવિલની મુલાકાત લીધી હતી. ટીમના સભ્ય અને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના માઈક્રો બાયોલોજિસ્ટ ડો.મનીષા જૈને કહ્યું કે, નજીકના દિવસોમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે જેથી નમૂના પૂના ખાતે મોકલવા નહીં પડે.


પાંચ શંકાસ્પદના રિપોર્ટ નેગેટિવ આવ્યા
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસના 8 શંકાસ્પદ કેસ જણાયા હતા જેમના સેમ્પલ એનઆઇવી પુના ખાતે મોકલાયાછે. પાંચ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દિલ્હીની ટીમના સભ્ય પ્રો. નવંગે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે બી.જે. મેડિકલ કોલેજમાં 30 બેડની વ્યવસ્થા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ચીના, સિંગાપોર અને હોંગકોંગથી આવતા નાગરિકોનું એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ કરાય છે.


292
મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું

ચાર તારીખ સુધી આવેલા મુસાફરો

292

14 દિવસ સ્ક્રીનિંગ હેઠળના મુસાફરો

198

કુલ અનટ્રેસ મુસાફરો

56

વિદેશના મુસાફરો

8

આંતરરાજયના મુસાફરો

4

 

adv

Related News

post
post
post
post
post
post
post