• Home
  • News
  • શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, આ વર્ષનું 12મુ એન્કાઉન્ટર
post

સુરક્ષા દળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:34:15

શોપિયાં : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દાયરુમાં શુક્રવારે સુરક્ષા દળોનું આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. તેમાં એક આતંકવાદી માર્યો ગયો. હાલમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સૈનિકો છુપાયેલા સ્થાને પહોંચતાં જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.


આ પછી જવાનોએ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો અને એક આતંકવાદીને માર્યો હતો. આ વર્ષનું આ 12મુ એન્કાઉન્ટર છે. આ પહેલા 11 એપ્રિલે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો. ત્યારે આતંકીઓ હથિયાર છોડીને ભાગી ગયા હતા.

 

કાશ્મીરમાં  વર્ષે થયેલા એન્કાઉન્ટર

·         17 એપ્રિલ: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દાયરુમાં શુક્રવારે સવારે એક આતંકવાદીની હત્યા કરવામાં આવી હતી.

·         11 એપ્રિલ: કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં આતંકવાદીઓ હથિયારો છોડીને ભાગી ગયા હતા.

·         7 એપ્રિલ: સામ-સામેની લડાઇમાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા, કાશ્મીરમાં આ વર્ષનું સૌથી મુશ્કેલ ઓપરેશન હતું. જેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરનારા પેરા યુનિટના 5 જવાનો શહીદ થયા હતા.

·         4 એપ્રિલ: સુરક્ષા દળોએ કુલગામમાં 4 હિઝબુલ આતંકીઓને ઠાર માર્યા હતા.

·         15 માર્ચ: અવંતિપોરા જિલ્લાના વટ્રિગ્રામમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

·         22 ફેબ્રુઆરી: જવાન અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ વચ્ચે એક મુકાબલો દક્ષિણ કાશ્મીરના સંગમના બિજબેહરા ખાતે થયો. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

·         19 ફેબ્રુઆરી: સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન પુલવામા જિલ્લામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

·         5 ફેબ્રુઆરી: શ્રીનગર નજીક એક એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા, એક સીઆરપીએફ જવાન શહીદ થયો. બાઇક પર આવેલા 3 આતંકીઓએ સીઆરપીએફ ચેકપોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું.

·         31 જાન્યુઆરી: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ટ્રકમાં છુપાયેલા 4-5 આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. ટ્રકને નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકીંગ માટે અટકાવી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી અને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. ટ્રકનો ડ્રાઈવર આતંકવાદી આદિલ ડારનો પિતરાઇ ભાઇ છે, જેણે પુલવામા હુમલો કર્યો હતો અને આતંકવાદીઓનો મુખ્ય હેન્ડલર હતો.

·         25 જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો. તેમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ કારી યાસીર અને બુરહાન શેખ માર્યા ગયા હતા. યાસીર જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર એરિયાનો કમાન્ડર હતા.

·         21 જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતીપોરા ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા. જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ અને એક સૈનિક શહીદ થયો હતો.

·         20 જાન્યુઆરી: શોપિયાં જિલ્લામાં હિજબુલ મુજાહિ દીનના 3 આતંકી મારવામાં આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post