• Home
  • News
  • ઓનલાઈન રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ:ધોરણ-10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઈ શકે, સ્કૂલનું નામ અથવા કોડના આધારે આ રીતે ઓનલાઈન ચેક કરી શકાશે રિઝલ્ટ
post

પરીક્ષા ના યોજાઈ હોવાથી સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-26 17:39:30

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે પરીક્ષા ના યોજાઈ હોવાથી વિદ્યાર્થીઓને સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી. જેના કારણે ઓનલાઈન પરિણામ જાહેર કઈ રીતે કરવું તે અંગે વિચારણા ચાલી રહી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ઓનલાઈન પરિણામ જાહેર ના કરી શકાયું તો સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવવાનું રહેશે.

સીટ નંબર ના હોવાને કારણે ફોર્મેટ બદલાશે
આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઈન પરિણામ જાહેર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે સીટ નંબર ના હોવાને કારણે આ વખતે ફોર્મેટ બદલાશે. બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર સ્કૂલના નામ પરથી જ પરિણામ મેળવી શકાય તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ તેમ ના થઇ શકે તો સીધું સ્કૂલ પરથી પરિણામ મેળવવાનું રહેશે. પરિણામ તૈયાર થઇ ચુક્યૂં છે જે આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આગામી 1 જુલાઈએ પરિણામ જાહેર થઇ શકે છે.

8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે.

ધો.9ની બે અને ધો.10ની એક પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર થશે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, આમાં કોઇ એક પરીક્ષા પર નહીં, પરંતુ ત્રણ પરીક્ષાનાં પરિણામ પરથી પરિણામ તૈયાર થશે. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

સરળ ભાષામાં દા.ત. જોઇએ તો...

1.    ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય

2.    ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય

3.    ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય

4.    ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય

 

adv

Related News

post
post
post
post
post
post
post