• Home
  • News
  • 3 મીલી સેમ્પલમાંથી માત્ર 200 માઈક્રોલિટર કાઢી ટેસ્ટ કરાય છે, દરેક ટેસ્ટમાં તબીબો જીવ જોખમે મૂકે છે
post

પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં કોરોના રિપોર્ટ માટે 9 લોકો ખડેપગે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-01 09:44:48

રાજકોટ : રાજકોટમાં કોરોનાના ટેસ્ટ માટે પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં સુવિધા ઊભી થઈ છે જેથી એક જ દિવસમાં સેમ્પલના રિપોર્ટ આવી રહ્યા છે, પણ આ માટે માઈક્રોબાયોલોજી વિભાગમાં 5 તબક્કા પસાર કર્યા બાદ થાય છે અને દરેક વખતે લેબમાં કામ કરી રહેલા 11 લોકો કોરોના વાઇરસથી સીધા સંક્રમિત થવાના સતત જોખમ હેઠળ જીવી રહ્યા છે. જેમાં 3 ટેક્નિશિયન, 3 રેસિડેન્ટ, 3 પ્રોફેસર તેમજ 2 પ્યૂનનો સમાવેશ થાય છે. લેબ ઈન્ચાર્જ ડો. સેજુલ અંટાળા ઝીણામાં ઝીણી કાળજી લેવાની રહે છે જેમ કે દર્દીમાંથી સેમ્પલ માત્ર 3 મીલી લેવાયું હોય છે અને તેમાંથી માત્ર 200 માઈક્રોલિટર જ ટેસ્ટ માટે વપરાય છે જ્યારે બાકીનું સ્ટોર કરી દેવાય છે.

સેમ્પલ આટલા તબક્કામાંથી પસાર થાય ત્યારે રિપોર્ટ આવે

સેમ્પલ એલિકોટિંગઃ સેમ્પલ રિસીવ કર્યા બાદ તેનું પેકિંગ ખોલીને તેને બાયોસેફ્ટી કેબિનેટમાં લવાય છે અને તેની અંદર 3 મીલી સેમ્પલમાંથી 200 માઈક્રોલિટર અલગ કરાય છે. તેમાં રિએજન્ટ ઉમેરવાથી તેમાં રહેલા તમામ વાઇરસ લાઈસ(મૃત) બને છે જેને એલિકોટિંગ કહેવાય છે.

આરએનએ એક્સટ્રેક્શનઃ વાઇરસના મધ્યમાં આરએનએ હોય છે, વાઇરસ મૃત થયા બાદ આરએનએ અલગ કરાય છે. સેમ્પલમાં બધા વાઇરસ હોય છે તેથી તમામના આરએનએ અલગ કરાય છે.

પ્રિપીસીઆર સેક્શનઃ લેબના 3 નંબરના રૂમમાં આરએનએને ડિટેક્ટ કરવા માટે ડબલ્યુએચઓએ જે કોરોના વાઇરસનો જિનેટિક કોડ તૈયાર કર્યો છે તેના પરથી રિએજન્ટ તૈયાર કરવામાં આવે છે.

પીસીઆર સેક્શનઃ જે આરએનએ અલગ કરાયું છે તેને તેમજ 3 નંબરના રૂમમાં જે રિએજન્ટ તૈયાર કર્યા છે તેને એક વાયલમાં મિક્સ કરીને મશીનમાં મૂકાય છે. મશીન 55થી 95 ડિગ્રી વચ્ચેના અલગ અલગ તાપમાને જુદા-જુદા સમય રાખે છે આ તાપમાને આરએનએમાં મલ્ટિપ્લિકેશન થાય છે અને પરિણામ ગ્રાફના રૂપે આવે છે. ગ્રાફમાં આરએનએ મલ્ટિપ્લાય થાય અને કોરોનાના જિનેટિક કોડથી મેચ થાય તો પોઝિટિવ ગણાય પણ જાહેર કરતા પહેલા તે સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post