• Home
  • News
  • ધો.10 ના વીડિયોમાં ચેટિંગ બોક્સમાં વિદ્યાર્થીઓના ખુલ્લેઆમ લવ ચેટિંગ
post

સરકારની હોમ લર્નીગ ચેનલમાં છાત્રો પ્રેમના પાઠ ભણી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 11:33:18

લાખણી: કોરોના મહામારીના લીધે સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઓનલાઇન અભ્યાસક્રમ માટે ચાલતા હોમ લર્નીગની GUJARAT e-class youtube ચેનલના ચેટિંગ બોક્સમાં ત્રણ છાત્રો દ્વારા લવ ચેટિંગની ઉપરાઉપરી ખુલ્લેઆમ કોમેન્ટો થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે ઓનલાઇન શિક્ષણ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.

જે ચેનલ ઉપર ધોરણ-10 ગણિતના પ્રકરણ-5 સમાંતર શ્રેણીના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલમાં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે વિદ્યાર્થી-એક વિદ્યાર્થીની) દ્વારા ખુલ્લેઆમ લવ ચેટિંગ કરાતાં ચકચાર મચી જવા પામી છે. જે લવ ચેટિગમાં એક યૂઝર ઓનલાઇન અભ્યાસ કરતી છાત્રા યૂઝરને લવ માટે પ્રપોઝ કરે છે. જેણે વાલીઓને વિચારતા કરી મૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post