• Home
  • News
  • સોશિયલ મીડિયાની વાંધાજનક પોસ્ટનો વિરોધ, IMAએ કહ્યુ- અભિલાષ ઘોડા જાહેરમાં માફી માંગે
post

કોરોના ફેલાતો રોકવા ગરબા ન કરવા સૂચવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 08:49:12

નવરાત્રિમાં ગરબા યોજવા બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઇ અને અભિલાષ ઘોડા સામ સામે આવી ગયા હતા. અભિલાષ ઘોડાએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ કરી અભિલાષ ઘોડા જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત)ના પ્રમુખ ડો. ચંદ્ર જરદોશીએ જણાવ્યું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઇએ નવરાત્રિ ગરબા માટે સરકારે પરવાનગી આપવી જોઇએ નહિ એવું સૂચન કર્યું હતું. અભિલાષ ઘોડાએ તેની વિરુદ્ધમાં જે પોસ્ટ મૂકી છે, તેનો મેડિકલ એસોસિએશન વિરોધ કરે છે.

ગરબામાં ખેલૈયા ભેગા થાય અને સામાજિક અંતર જાળવી ન શકે તેની પૂરેપૂરી શક્યતા છે. જો તેમાં એક-બે કોરોનાના દર્દી હોય તો બીજાને ચેપ લાગી શકે છે. અમારો હેતુ માત્રને માત્ર કોરોનાનો ચેપ સમાજમાં અટકાવવાનો છે. ગણેશોત્સવ અને રથયાત્રા લોકોએ ઘરેથી સાદાઈથી ઉજવ્યા છે. એક વર્ષ જો આપણે ઉત્સવ નહિ ઉજવીએ તો ખાટું મોળું નહિ થઇ જાય, જાન હૈ તો જહાં હૈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post