• Home
  • News
  • રવિવારે મોડી સાંજે સુરતથી યુપી જતી 10માંથી 8 ટ્રેન રદ થતાં શ્રમિકોમાં રોષ
post

યુપી સરકારનું ફરમાન: ગુજરાત જિલ્લા પ્રમાણે શ્રમિકોની યાદી મોકલે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:34:17

સુરત: રવિવારે મોડી રાત્રે યુપી સરકાર દ્વારા પ‌રિપત્ર જારી કરી સોમવારના રોજ સુરત થી યુપી જનારી 10 ટ્રેનોમાંથી માત્ર 2 જ ટ્રેનને પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે 8 ટ્રેનો રદ્દ થઈ જતાં કારીગરો અને યુપી જનારા વર્ગમાં નારાજગી વ્યાપી છે. 


ફોરમેટમાં શ્ર‌મિકોની યાદી મળતી નથી
ર‌વિવારે મોડી રાત્રે યુપી સરકાર દ્વારા સુરત સ‌હિત અમદાવાદ, દેવભુ‌મિ દ્વારકા, પંચમહાલ-ગોધરા, ભાવનગર, ભુજ તથા નવસારી, બનાસકાંઠા, પાટણ અને રાજકોટના કલેક્ટરને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તેમની પાસે શ્ર‌મિકોની યાદી મંગાવવામાં આવી છે, તે ફોરમેટમાં શ્ર‌મિકોની યાદી મળતી નથી. જેને પગલે શ્ર‌મિકોને તેઓના ‌નિવાસ્થાન સુધી મુકવા જવા માટે ટ્રાન્સર્પોટેશનની તકલીફો ઉભી થઇ રહી છે. યુપી સરકારનું કહેણું છે કે, ગુજરાત સરકાર તમામ ‌જિલ્લાની યાદી ભેગી કરીને વતન પ્રમાણે યાદી મોકલે તો જ આ પ્રક્રિયા સરળ થશે. જેને લઇને હાલમાં ટ્રેનોની મંજુરી સ્થ‌ગિત કરવામાં આવી છે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી નવી ટ્રેનો દોડાવવાની પ્ર‌ક્રિયા અટકાવી દેવામાં આવી છે. 


મોડી રાત્રે ઉત્તરપ્રદેશ સરકારે ટ્રેનો રદ કરી
કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરતથી યુપી સરકાર દ્વારા મંગાયેલા ફોરમેટમાં જ શ્ર‌મિકોની યાદી મોકલવામાં આવી રહી છે. રવિવારે 10 ટ્રેનની મંજુરી યુપી સરકાર દ્વારા મળતા જેની સંપુર્ણ તૈયારી કરી લીધી હતી. મોડી રાત્રે યુપી સરકારે 8 ટ્રેનોની મંજુરી રદ કરી દીધી હતી.સોમવારે મઉ અને આઝમગઢ ખાતેની ટ્રેન રવાના થશે જ્યારે યુ.પી. ‌સિવાયના ‌રાજ્યની ટ્રેન રાબેતા મુજબ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post