• Home
  • News
  • CCTVમાં કેદ:વડોદરામાં ઘર આંગણે ફટાકડા ફોડતા બાળકો પાછળ બંગલાના માલિકે પાલતુ કૂતરું છોડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
post

ગોયાગેટ સોસાયટીમાં રહેતા બાળકોને બંગલાના માલિકનો ત્રાસથી રોષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 10:01:35

વડોદરા શહેરના આર.વી. દેસાઈ રોડ ગોયાગેટ સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહેતા બાળકોને ઘર આંગણે રમતાં રોકવા બંગલા માલિકે બાળકો પર કૂતરો છોડી મૂકતા રોષે ભરાયેલા એપાર્ટમેન્ટના રહીશોએ બંગલા માલિક વિરૂદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.

બંગલા માલિક વિરૂદ્ધ રજૂઆત કરી CCTV ફૂટેજ પોલીસને આપ્યા
વડોદરા શહેરના આર.વી. દેસાઈ રોડ નજીકની ગોયાગેટ સોસાયટીના શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો દેવ દિવાળીના પર્વને લઇ ઘર આંગણે ફટાકડા ફોડીને રમી રહ્યા હતા, ત્યારે રોષે ભરાયેલા બંગલાના માલિકે બાળકો પર કૂતરો છોડી મૂકયો હતો તેમજ બંગલા માલિકનો દીકરો બાળકોને લાકડી લઇ મારવા દોડતા એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો અને વાલીઓમાં બંગલા માલિક સામે રોષ ફાટી નિકળ્યો હતો અને વાલીઓ બાળકો સાથે આજે નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને બંગલા માલિક વિરૂદ્ધ રજૂઆત કરી CCTV ફૂટેજ પોલીસને આપ્યા હતા.

બાળક ઉપર છોડવામાં આવેલા કુતરાના દ્રશ્યો કેદ થયા
CCTV ફુટેજમાં એપાર્ટમેન્ટ નજીક રમી રહેલા બાળક ઉપર છોડવામાં આવેલા કુતરાના દ્રશ્યો કેદ થયા હતા. તેમજ બાળકોને લાકડી લઇ મારવા દોડેલા બંગલા માલિકના પુત્રના ફૂટેજ કેમેરામાં કેદ થયા હતા.

બંગલા માલિક સામે કડક કાર્યવાહી કરવા માંગણી
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઘર આંગણે રમી રહેલા બાળકો સામે હિટલરશાહી જેવું વર્તન કરનાર બંગલા માલિક સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. નવાપુરા પોલીસે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા આપવામાં આવેલ CCTV અને રજૂઆતને ધ્યાનમાં રાખી કૂતરો છોડી મૂકનાર બંગલા માલિક કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post