• Home
  • News
  • કોરોના વેક્સિન પર સંકટ:ઓક્સફોર્ડે વેક્સિનના ઉત્પાદનમાં ખામી સ્વીકારી, ટ્રાયલના જુદાં-જુદાં પરિણામ સામે સવાલ ઊઠી રહ્યા હતા
post

હવે કંપની આવનારા દિવસોમાં વેક્સિનનું વધુ એક વખત પરીક્ષણ કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 09:37:01

કોરોનાની વેક્સિન આવવાની આશા વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડે વેક્સિનના મેન્યુફેક્ચરિંગમાં ખામી સ્વીકારતાં વેક્સિના સ્ટડી રિઝલ્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. તાજેતરમાં જ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલનાં પરિણામ જારી કરાયાં હતાં, જેમાં જુદા-જુદા પરિણામ સામે આવ્યા હતા ત્યારથી જ નિષ્ણાતો આ પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. તેથી હવે કંપની આવનારા દિવસોમાં વેક્સિનનું વધુ એક વખત પરીક્ષણ કરી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સિન બનાવે છે
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બ્રિટન અને બ્રાઝીલમાં કરાયેલા પરીક્ષણોમાં વેક્સિન ઘણી અસરકારક જણાઇ. અડધો ડોઝ અપાતાં વેક્સિન 90% સુધી અસરકારક જણાઇ. બીજા મહિને ફુલ ડોઝ અપાતાં 62% અસરકારક જણાઇ હતી. તેના એક મહિના બાદ બે ફુલ ડોઝ અપાતાં 70% અસરકારક જણાઇ. ભારતમાં આ વેક્સિન પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બનાવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post