• Home
  • News
  • મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પી.પી. સ્વામીની તબિયત નાજુક, મુંબઈથી ડોક્ટર બોલાવાયા
post

પુરુષોત્તમપ્રિયદાસજી ત્રણ દિવસથી વેન્ટિલેટર પર, ફેફસાં અને કિડનીમાં ઈન્ફેક્શન વધ્યું, પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:40:46

અમદાવાદ: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની સ્થિતિ વધુ નાજુક થઈ ગઈ છે. કોરોના સંક્રમણને કારણે તેમને સિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તેમને ફેફસાં ઉપરાંત કિડનીમાં પણ ઈન્ફેક્શન થયું છે.   સ્વામીના ઈલાજ માટે મુંબઈથી નિષ્ણાત તબીબ બોલાવાયા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી  અપાઈ હતી. જોકે ધાર્યું પરિણામ ન મળતા ફરીથી આ થેરાપી અપાશે એમ સૂત્રોએ જણાવ્યું છે. 

સ્વામીજીને ત્રણ વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 3 વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે. પહેલો અટેક તેમને 1992માં, બીજો 1994 અને અંતિમ 1998માં આવ્યો હતો. અંતિમ હૃદય હુમલાની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવી આવી હતી. તે સમયે તેમનું હૃદયની 40 ટકા બ્લોક થયું હતું અને 60 ટકા ચાલુ હતું, જેમાં 3 નસો કામ નહોતી કરતી, પરંતુ હરિભક્તોના આગ્રહ બાદ સ્વામીએ અંતિમ ઓપરરેશન માટે હા પાડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

માત્ર અમદાવાદમાં ગાદી સંસ્થાનના 7 લાખ હરિભક્ત
સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના કુલ 251થી વધુ મંદિર આવેલા છે અને રાજ્ય બહાર 150થી વધુ મંદિર છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે. સ્વામી મહારાજના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે ગાદી સંસ્થાન હસ્તકના વિશ્વભરના તમામ મંદિરો ઉપરાંત હરિભક્તો દ્વારા તેમના ઘેર ઘેર સતત સ્વામિનારાયણ ધૂન બોલાવાઈ રહી છે. આચાર્ય પુરુષોતમપ્રિયદાસજી સ્વામીની ઉંમ૨ 78 વર્ષની છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post