• Home
  • News
  • પબુભા જાહેરમાં મોરારિબાપુની માફી માંગે: સાધુ-સંતોની રૂપાણી સાથે ચર્ચા
post

બાપુ ઉપર હુમલા બાદ સાધુ સંતોની સુરક્ષા માટે કાયદો બનાવવા રજૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:49:06

અમદાવાદ: કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકામાં હૂમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવાહી અને મોરારીબાપુની માફી માંગવાની માંગ સાથે રાજ્યભરના સાધુ-સંતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, નિમ્બાર્ક પીઠ, લીંબડીના લલિતકિશોર શરણજી સહિત દસથી બાર અગ્રણી સાધુ સંતોએ રાજ્યમાં સંતો ઉપર થતા હૂમલાના બનાવ અટકાવવા માટે અને સંતોને રક્ષણ મળેતે માટે કડક કાયદો બનાવવા પણ મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી હતી. સાધુ સંતોએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ સીએમ રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી.

સીએમ સાથેની બેઠક બાદ લલિતકિશોર શરણજીએ જણાવ્યું હતું કે અમારી રજૂઆતના પગલે સરકાર તરફથી ખાત્રી મળી છે કે પબુભા જાતે મહુવા જઇને મોરારીબાપુની માફી માંગશે. સાધુ સંતોના રક્ષણ માટે કાયદો લાવવા પણ સરકારે આશ્વાસન આપ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post