• Home
  • News
  • કચ્છમાં 12 લાખની હ્યુન્ડાઈની વેન્યુ ગાડી માટે ગમતો 9 નંબર ખરીદવા 18 લાખ ચૂકવ્યા!
post

નવડાપ્રેમીએ લગાવેલી બોલીના સરવાળાનો આંકડો પણ નવ જ આવ્યો !

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:34:17

ભુજ: હાલમાં લક્કી નંબરનો ક્રેઝ વધી ગયો છે ત્યારે કચ્છમાં આરટીઓની નવી વાહન સિરીઝમાં 9 નંબરનો આંકડો લેવા માટે એક વાહનમાલિકે 18.45 લાખની બોલી લગાવી છે.મહત્ત્વનું છે કે,10 થી 12 લાખની માર્કેટ વેલ્યુ ધરાવતી હોન્ડા વેન્યુ કાર માટે આ પસંદગીનો નંબર મેળવાયો હોવાથી દિવસભર કચ્છમાં આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો હતો.

9 નંબરનો આંકડો લેવા માટે એક વાહનમાલિકે 18.45 લાખની બોલી લગાવી
નવા વાહનની ખરીદી બાદ અનેક લોકો વાહનના રજિસ્ટ્રેશન સમયે ખાસ નંબરની માંગણી કરે છે. ભુજ આરટીઓ કચેરીમાં પણ નવી સિરીઝ GJ 12 FD ખૂલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરીઝમાં નવડોહોટફેવરિટ રહ્યો હતો જેના માટે એક વ્યક્તિએ રૂ. 18.45 લાખ સુધી બોલી લગાવી હતી. ભુજ આરટીઓમાં નવડા માટે આ અત્યાર સુધીની હાઇએસ્ટ રકમ હોવાનું માનવામાં આવે છે.

GJ 12 FD સિરીઝમાં 9 નંબર મેળવવા માટે બોલી શરૂ થઈ હતી
સોમવારે આરટીઓમાં GJ 12 FD સિરીઝમાં 9 નંબર મેળવવા માટે બોલી શરૂ થઈ હતી. ઓનલાઇન થતી આ પ્રક્રિયામાં બીડ ભર્યાં બાદ રામજી ચામારિયા નામના વ્યક્તિએ 9 નંબરનો આંક લેવા માટે રૂ. 18.45 લાખ સુધીની બોલી લગાવતા આરટીઓનો સ્ટાફ પણ અચરજમાં મુકાઇ ગયો હતો. નવડાપ્રેમીએ લગાવેલી બોલીના આંકડાનો એકમેક સાથે સરવાળો પણ નવ આવે છે.

માત્ર નવડોનહીં 999 અને 9999માં પણ પૈસાનો વરસાદ થયો
આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે,નવી સિરીઝ ખૂલતા ઓનલાઇન હરાજીમાં 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવવામાં આવી છે, ઉપરાંત 999 નંબર માટે રૂ. 1.89 લાખની અને 9999 માટે રૂ. 1 લાખ હરાજીમાં બોલાયા હતા. આ પ્રક્રિયા ઓનલાઇન થતી હોય છે અને 4 વાગે પ્રક્રિયા પૂર્ણ થતાં તેમાં પરિણામ જાહેર કરાય છે. જો કોઈ પાર્ટી હરાજીમાં નક્કી થયેલી રકમ ન ચૂકવે તો ડિપોઝિટ જપ્ત કરી લેવાય છે.

મોટા ગજાના વ્યક્તિએ બોલી લગાવી પણ નિષ્ફળ રહ્યા
સૂત્રો જણાવે છે કે, 9 નંબર માટે અરજદારની સામે મોટા માથાના પુત્રએ હરાજીમાં બોલી લગાવી હતી. જેથી રકમ જોતજોતામાં 18.45 લાખ સુધી પહોંચી હતી. વાગડ વિસ્તારમાંથી આ ગાડી માટે બોલી લાગી હતી પણ મહત્ત્વનું એ છે કે, રૂ.18.45 લાખ ખર્ચી 9 નંબર મેળવ્યા તે હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીની ઓન-રોડ કિંમત 10 થી 12 લાખ જેવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post