• Home
  • News
  • પ્રથમ દિવસના અંતે પાકિસ્તાન 126/5, 11 વર્ષ પછી કમબેક કરનાર ફવાદ આલમ શૂન્ય રને આઉટ
post

આઝમ 25 અને રિઝવાન 4 રને અણનમ, જેમ્સ ઍન્ડરસને 2 વિકેટ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 11:49:09

પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે પ્રથમ દિવસના અંતે 5 વિકેટે 126 રન કર્યા છે. બાબર આઝમ 25 રને અને મોહમ્મદ રિઝવાન 4 રને અણનમ છે. વરસાદના લીધે પ્રથમ દિવસે 45.4 ઓવરની રમત જ શક્ય બની હતી.

11 વર્ષ પછી કમબેક કરનાર આલમ શૂન્ય રને આઉટ

·         દિવસની શરૂઆતમાં પાકિસ્તાનના કેપ્ટન અઝહર અલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

·         જોકે, પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. શાન મસૂદ 1 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં LBW થયો હતો.

·         તે પછી આબિદ અલી અને અઝહર અલીએ બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. અઝહર 20 રને એન્ડરસનની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં રોરી બર્ન્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 85 બોલમાં 1 ફોરની મદદથી 20 રન કર્યા હતા.

·         જ્યારે, ઓપનર અલીએ કરિયરની પહેલી ફિફટી મારતા 111 બોલમાં 7 ફોરની મદદથી 60 રન કર્યા હતા. તે સેમ કરનનો શિકાર થયો હતો.

·         11 વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર ફવાદ આલમ માટે કમબેકની પહેલી ઇનિંગ્સ નિરાશાજનક સાબિત થઈ. તે શૂન્ય રને ક્રિઝ વોક્સની બોલિંગમાં LBW થયો હતો. આલમને અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો, પરંતુ રૂટે રિવ્યુ લઈને ડાબોડી બેટ્સમેનને ક્રિઝ પર પાંચમો બોલ રમવા નહોતો દીધો.

આલમ સૌથી વધુ ટેસ્ટ પછી કમબેક કરનાર પાકિસ્તાની ખેલાડીઓની સૂચિમાં બીજા સ્થાને

પ્લેયર

ટાઈમ પીરિયડ

કેટલી ટેસ્ટનું અંતર

યૂનિસ અહેમદ

1969થી 1987

104

ફવાદ આલમ

2009 થી 2020

88

શાહિદ નઝીર

1999 થી 2006

65

મંઝૂર ઇલાહી

1987 થી 1995

54

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: ડોમિનિક સિબલે, રોરી બર્ન્સ, ઝેક ક્રોલે, જો રૂટ, ઓલી પોપ, જોસ બટલર, ક્રિસ વોક્સ, સેમ કરન, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન

પાકિસ્તાનની પ્લેઇંગ 11: શાન મસૂદ, આબિદ અલી, અઝહર અલી, બાબર આઝમ, અસદ શફિક, ફવાદ આલમ, મોહમ્મદ રિઝવાન, યાસીર શાહ, મોહમ્મદ અબ્બાસ, શાહીન આફ્રિદી અને નસીમ શાહ