• Home
  • News
  • કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગી, 46 પ્રવાસીનાં મોત
post

પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગવાની જાણકારી મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-31 11:08:22

કરાચી : પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગવાની જાણકારી મળી છે. આ આગમાં સપડાઈને 46 લોકોનાં મોત થયા છે જ્યારે 13 પ્રવાસી ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.

મળતી જાણકારી મુજબ, પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ગુરુવાર સવારે રહીમ યાર ખાન રેલવે સ્ટેશનની પાસે લિયાકતપુરની પાસે પહોંચી હતી ત્યારે ટ્રેનની એક બૉગીમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે પ્રવાસીઓને ભાગવાનો પણ સમય ન મળ્યો. મળતા અહેવાલો મુજબ, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે ટ્રેનમાં સવાર પ્રવાસીઓ ઊંઘી રહ્યા હતા. આગમાં સપડાવાવના કારણે અત્યાર સુધી 46 લોકોનાં મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહત બચાવ ટીમે ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ગંભીર રીતે દાઝી ગયેલા પ્રવાસીઓને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. આગના કારણે દાઝી ગયેલા પ્રવાસી પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદે કહ્યુ કે આગ એક સિલેન્ડર વિસ્ફોટના કારણે લાગી, જ્યારે સવારે પ્રવાસીઓ નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા. અનેક લોકોએ ટ્રેનથી કૂદીને પોતાના જીવ બચાવ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને અધિકારીઓને ઘાયલોને સારી સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા. તેઓએ પીડિત પરિવારો પ્રતિ પોતાની સંવેદના પણ વ્યક્ત કરી.ઓમાં અનેક લોકોની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post