• Home
  • News
  • સરકારનું વિપક્ષ પર સખ્ત વલણ; નવાઝ શરીફની દીકરી મરિયમના પતિની ધરપકડ, પોલીસે હોટેલનો દરવાજો તોડી તેને પકડ્યા
post

સરકારમાં સેનાની દખલ સામે મરિયમ ખુલ્લેઆમ બોલી રહી છે, રવિવારે તેના પતિ પણ રેલીમાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:35:55

પાકિસ્તાનમાં વિરોધ પક્ષ પર સરકાર કડક બની છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝના પતિની ધરપકડ કરવામાં આવી છે. મરિયમે રવિવારે સરકાર વિરોધી રેલીમાં ભાષણ આપ્યું હતું. તેની થોડા કલાકો પછી આ કાર્યવાહી થઈ હતી. મરિયમે સોમવારે ટ્વિટ કર્યું- પોલીસે કરાચીમાં જ્યાં અમે રોકાયા હતા તે હોટલના રૂમનો દરવાજો તોડી નાખ્યો. કેપ્ટન સફદર અવાનની ધરપકડ કરવામાં આવી છે.

મરિયમ નવાઝ સરકારમાં સૈન્યની દખલ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહી છે. તેમણે રવિવારે કરાચીમાં 11 પક્ષોની ગઠબંધન પબ્લિક ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની એક રેલીમાં ભાગ લીધો હતો. પોતાના ભાષણમાં તેમણે સરકારની ટીકા કરી હતી. ભૂતકાળમાં, સરકારના વિરોધમાં જોડાનારા ઘણા નેતાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

એક દિવસ પહેલા મરિયમના પતિ સામે FIR થઇ હતી
રવિવારે મરિયમ, તેના પતિ અને પાર્ટીના 200 કાર્યકરો પર સરકારના પ્રતિનિધિઓએ કરાચીના બ્રિગેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તેના પર જિન્નાના સમાધિની પવિત્રતાના ભંગનો આરોપ મૂકાયો હતો. અવાનની ધરપકડ આ FIRને કારણે થઈ હોઈ શકે છે. જોકે, તે અંગે સ્પષ્ટ રીતે જણાવાયું નથી.

કેપ્ટન સફદરે નારા લગાવતા કહ્યું 'વોટ કે ઇજ્જત દો'
મરિયમના પતિ, નિવૃત્ત કેપ્ટન સફદર અવાનએ સમાધિમાંથી પાછા આવ્યા પછી 'વોટ કે ઇજ્જત દો' ના નારા લગાવ્યા હતા. તેમણે લોકોને તેની સાથે આવવા અપીલ કરી. કેટલાક સરકારી અધિકારીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાયંસ એન્ડ ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ મરિયમ અને સફદરની પણ ટીકા કરી હતી. તેણે આ બંનેને માફી માગવા કહ્યું હતું.

કરાચી પહેલા ગુજરાંવાલામાં રેલી થઇ હતી
કરાચી પહેલા ગુજરાંવાલામાં PDMની રેલી યોજાઇ હતી. શુક્રવારે વિપક્ષી ગઠબંધનની રેલીમાં સૈન્યના જનારલ્સ અને આર્મી ચીફ પર આરોપ મૂકવામાં આવ્યા હતા. વડાપ્રધાન ઇમરાન ખાને તેની નિંદા કરી હતી. આ અંગે વિપક્ષી નેતા બિલાવલ ભુટ્ટોએ સ્પષ્ટતા આપી કહ્યું કે, ઇમરાનને વિપક્ષ પર આરોપ લગાવવાનો કોઈ અધિકાર નથી. તે પસંદ કરેલા વડાપ્રધાન છે અને તેમના કારણે સેના પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઈમરાને જ વિપક્ષને સેનાનું નામ લેવા માટે મજબુર કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post