• Home
  • News
  • પ્રથમ T-20 આવતીકાલે:પાકિસ્તાન પાસે 4 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં સીરિઝ જીતવાની તક, બંને ટીમો 15 મહિના પછી T-20માં ટકરાશે
post

પાકિસ્તાન ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T-20 મે 2019માં રમાઈ હતી, ત્યારે ઇંગ્લેન્ડ 4 વિકેટે જીત્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:14:56

પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા પછી ઇંગ્લેન્ડની નજર હવે T-20 સીરિઝ પર છે. બંને દેશ વચ્ચે શુક્રવારથી 3 T-20ની સીરિઝ શરૂ થશે. સીરિઝની બધી મેચ 28, 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટરમાં જ રમાશે. 15 મહિના પછી બંને ટીમો વચ્ચે T-20 રમાશે. ગયા વર્ષે કાર્ડિફમાં રમાયેલી એક માત્ર T-20માં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.

પાકિસ્તાન પાસે 4 વર્ષ પછી ઇંગ્લેન્ડને T-20 શ્રેણીમાં તેના ઘરે જ હરાવવાની તક છે. 4 વર્ષ પહેલા, મહેમાન ટીમે માન્ચેસ્ટરમાં એકમાત્ર T-20 મેચમાં ઇંગ્લેન્ડને 31 રને હરાવ્યું હતું.

પાકિસ્તાનની ટીમ 7 મહિના પછી T-20 રમશે

·         પાકિસ્તાન 7, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 6 મહિના પછી T-20 સીરિઝ રમી રહી છે. બંને દેશોએ તેની છેલ્લી T-20 શ્રેણી જીતી હતી.

·         પાકિસ્તાને આ વર્ષની શરૂઆતમાં 3 T-20 શ્રેણીમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાને તેના ઘરે જ માત આપી હતી.

આઝમ અને મોર્ગન પર બધાની નજર

·         T-20 સીરીઝમાં પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ પર બધાની નજર રહેશે. તે T-20માં ટીમનો કેપ્ટન તેમજ વિશ્વનો નંબર વન બેટ્સમેન છે.

·         તેણે અત્યાર સુધી 38 T-20માં 50ની સરેરાશથી 1471 રન બનાવ્યા છે. આ વર્ષે તેણે બાંગ્લાદેશ સામેની બે T-20 મેચોમાં 66 રન બનાવ્યા છે.

·         બીજી તરફ, ઇંગ્લેન્ડની કમાન વર્લ્ડ કપ જીતાડનાર ઓઇન મોર્ગનના હાથમાં છે.

·         તેની કપ્તાની હેઠળ જ ઈંગ્લેન્ડે ગયા મહિને 3 વનડે સીરિઝમાં આયર્લેન્ડને 2-1થી હરાવ્યું હતું.

·         આ શ્રેણીમાં, કેપ્ટન મોર્ગને ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 142 રન બનાવ્યા હતા. તેમાં સદી પણ શામેલ છે.

હેડ ટૂ હેડ

·         બંને દેશો વચ્ચે અત્યાર સુધી 15 T-20 રમાઈ છે. આમાં પાકિસ્તાન 4 અને ઇંગ્લેન્ડ 10 જીત્યું, જ્યારે એક મેચ ટાઈ થઈ છે.

·         તે જ સમયે, ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનનો રેકોર્ડ સારો નથી. પાકિસ્તાને અહીં 6 T-20 રમી છે. તેમાંથી તેણે ફક્ત 2માં જ જીત મેળવી છે, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

ત્રણેય T-20 માન્ચેસ્ટરમાં રમાશે

·         પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણેય T-20 મેચ માન્ચેસ્ટરમાં રમાશે.

·         આ ગ્રાઉન્ડ બેટિંગ માટે સારું છે. અત્યાર સુધી રમાયેલીમાં 8માંથી 4 T-20માં બીજી બેટિંગ કરનાર મેચ જીતી છે.

·         જ્યારે પ્રથમ બેટિંગ કરનાર ટીમ માત્ર એક મેચ જીતી છે. બે મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને એક રદ્દ થઈ હતી.

·         આ ગ્રાઉન્ડ પર છેલ્લી T-20 મેચ બે વર્ષ પહેલાં થઈ હતી. ત્યારબાદ ભારતે યજમાન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

·         પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ગ્રાઉન્ડ પર એક જ મેચ થઈ છે, જેમાં પાકિસ્તાને 9 વિકેટે જીત મેળવી છે.

માન્ચેસ્ટરનો રેકોર્ડ

·         હાઇએસ્ટ ટોટલ: 191/7 (ઇંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ, 2015)

·         લોએસ્ટ ટોટલ: 4-2 (ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા,2009) વરસાદના લીધે 7 બોલ પછી મેચ રદ્દ કરવામાં આવી

·         બેસ્ટ ઇનિંગ્સ: લોકેશ રાહુલ- 101 અણનમ

·         બેસ્ટ બોલિંગ ફિગર: કુલદીપ યાદવ- 5 વિકેટ

વરસાદ બની શકે છે વિલન

·         માન્ચેસ્ટરમાં ગુરુવારે વરસાદની સંભાવના છે. તેની મેચ પણ અસર થઈ શકે છે. બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ અહીં જ રમાઈ હતી, જે વરસાદના કારણે ડ્રો થઈ હતી.

ટીમો

ઇંગ્લેન્ડ: ઓઇન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, ટોમ કરન, જો ડેનલી, લુઇસ ગ્રેગોરી, ક્રિસ જોર્ડન, સાકીબ મહેમૂદ, ડેવિડ માલન, આદિલ રાશિદ, જેસન રોય અને ડેવિડ વિલે.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ફકર ઝમાન, હૈદર અલી, હરીસ રૌફ, ઇફ્તીકાર અહેમદ, ઇમાદ વસીમ, ખુશદિલ શાહ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસ્નૈન, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાદીબ ખાન, શાહીન શાહ આફ્રિદી , શોએબ મલિક અને વહાબ રિયાઝ.