• Home
  • News
  • પાકિસ્તાનનો 16 વર્ષીય નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો
post

નઝમુલ, તૈજુલ ઇસ્લામ અને મહમ્મદુલ્લાહને આઉટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:21:25

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહે રવિવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં રાવલપિંડી સ્ટેડિયમ ખાતે હેટ્રિક ઝડપી હતી. 16 વર્ષીય નસીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો છે. તેણે બાંગ્લાદેશના નઝમુલ, તૈજુલ ઇસ્લામ અને મહમ્મદુલ્લાહને સતત ત્રણ બોલમાં આઉટ કરીને સિદ્ધિ પોતાના નામે કરી છે.

રીતે હેટ્રિક લીધી:
40.4:
નસીમનો બોલ પિચ થયા પછી અંદર આવ્યો હતો. અમ્પાયર નાઈજલ લોન્ગે નઝમુલ શાંતોને નોટઆઉટ આપતા પાકિસ્તાને રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પને અડતો હતો.
40.5:
નાઈટ વોચમેન તૈજુલ ઇસ્લામ પણ એલબીડબ્લ્યુ થયો હતો. વખતે અમ્પાયરે તરત આઉટ આપી દીધો હતો.
40.6:
મહમ્મદુલ્લાહ નસીમના બોલમાં ડ્રાઈવ મારવા જતા ફર્સ્ટ સ્લીપમાં હેરિસના હાથે કેચ આઉટ થયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા ખેલાડીઓ:

1) 16 વર્ષ 359 દિવસ, નસીમ શાહ
પાકિસ્તાન vs બાંગ્લાદેશ, 2020

2) 19 વર્ષ 240 દિવસ, આલોક કાપાલી
બાંગ્લાદેશ vs પાકિસ્તાન, 2003

3) 20 વર્ષ 202 દિવસ, અબ્દુલ રઝાક
પાકિસ્તાન vs શ્રીલંકા, 2000

4) 20 વર્ષ 251 દિવસ, હરભજન સિંહ
ભારત vs ઓસ્ટ્રેલિયા (2001)