• Home
  • News
  • પાકિસ્તાન વર્લ્ડ કપની પહેલી ફાઈનલિસ્ટ:ન્યૂઝીલેન્ડ સામે એકતરફી જીત મેળવી, ટીમની 7 વિકેટે શાનદાર જીત, બાબર અને રિઝવાનની ધમાકેદાર ફિફ્ટી
post

છેલ્લે તેઓ વર્ષ 2009ના T20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાં તેઓ ચેમ્પિયન બન્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 18:29:21

T20 વર્લ્ડ કપ 2022ની પહેલી સેમી-ફાઇનલ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આપેલા 153 રનના ટાર્ગેટને પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 57 રન, જ્યારે કેપ્ટન બાબર આઝમે 53 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.

અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરિલ મિચેલે 35 બોલમાં 53 રન બનાવ્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 42 બોલમાં 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ શાહિન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ નવાઝને 1 વિકેટ મળી હતી.

પાકિસ્તાને 13 વર્ષે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

​​​​​​​​​​​​​​પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ-2022માં ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓએ T20 વર્લ્ડ કપમાં 13 વર્ષ પછી ફાઈનલમાં એન્ટ્રી મારી છે. છેલ્લે તેઓ વર્ષ 2009ના T20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાં તેઓ ચેમ્પિયન બન્યા હતા. અને ઓવરઓલ પાકિસ્તાનની ટીમ કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2007 અને 2009ના T20 વર્લ્ડ કપમાં તેઓ ફાઈનલમાં પહોંચ્યા હતા. ત્યાર પછી આજે એટલે કે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપના ફાઈનલમાં એન્ટ્રી મારી છે.​​