• Home
  • News
  • પાકિસ્તાને કચ્છ સરહદે તહેનાત 111 બટાલિયનો પાછી બોલાવી
post

જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-05 11:13:11

નારાયણસરોવર: જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી. જોકે હવે પાકિસ્તાન સરકાર સામે વ્યાપક વિરોધનો સુર ઉઠતાં પાકિસ્તાનને પીછેહઠ કરવી પડી હોય તેમ કચ્છની સામેપાર તૈનાત કરાયેલ આ બટાલિયનને ઇસ્લામાબાદ પરત મોકલવાની ફરજ પડી છે.

સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર કચ્છની સામેપાર પાકિસ્તાને અત્યાધુનીક સુવિધા ઉભી કરવા સાથે પોતાની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને પણ કચ્છની દરિયાઇ સીમા સામે તૈનાત કરી દેતાં ભારતિય સુરક્ષા એજન્સીઓ પણ આ પગલાંને લઇ ભારે સતર્ક બની ગઇ હતી. જોકે પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે સિંધ બલુચીસ્તાન સહિતના વિસ્તારમાં વિરોધનો વ્યાપક સુર ઉઠ્યો છે. અને સરકાર સામે આઝાદી માર્ચ પણ યોજવામાં આવી છે. જેની આગેવાની મૌલાના ફઝુલ ઉર રહમાન સહિતના નેતાઓએે લીધી છે. સ્થિતીની ગંભીરતાને પારખી પાક સરકારે આર્મીની 111 બટાલિયનને કચ્છ સરહદની સામેપારથી ખસેડી લઇ ઇસ્લામાબાદ બોલાવી લીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post