• Home
  • News
  • નસીબથી પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન:1992માં ખરાબ શરૂઆત છતાં વર્લ્ડકપ જીત્યો હતો, આ વખતે પણ અચાનક નસીબ ચમક્યું
post

પહેલા ભારત અને પછી ઝિમ્બાબ્વે સામે હારીને પાકિસ્તાન લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 19:13:52

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. એટલે કે ક્યારે શું થશે, કહી શકાય નહીં. એક ટીમ એવી છે જે આ અનિશ્ચિતતાને પણ તેની ટોચ પર પહોંચાડી દે છે. ક્યારે શું કરે તે પોતાને પણ ખબર નથી. હા... અમે પાકિસ્તાનની વાત કરી રહ્યા છીએ.જ્યારે આ ટીમ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સદંતર રિજેક્ટ થવા લાગે છે, તો ક્યારેક નસીબથી કે ક્યારેક મહેનતના બળે અચાનક વાપસી કરી લે છે.આ T20 વર્લ્ડ કપમાં પણ આવી જ સ્ક્રિપ્ટ જોવા મળી હતી.

પહેલા ભારત અને પછી ઝિમ્બાબ્વે સામે હારીને પાકિસ્તાન લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. અહીંથી નસિબ પલટાયું અને પાકિસ્તાન જોત-જોતામાં સેમિફાઇનલમાં પહોંચી જાય છે. ટીમ સતત ત્રણ મેચ જીતે છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ નેધરલેન્ડ સામે હારી જાય છે અને પોતે બહાર થઈને પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો સરળ બનાવે છે.

આવું પહેલી વખત નથી થયું કે પાકિસ્તાને આવા અંદાજમાં પરત ફર્યું છે. અગાઉ પણ આવું થતું આવ્યું છે.

આ સ્ટોરીમાં આપણે જાણીશું કે પાકિસ્તાને ક્યારે, ક્યારે મોટી ટુર્નામેન્ટમાં આ રીતે ચમત્કારના કારણે વાપસી કરી છે...

1992 વનડે વર્લ્ડ કપથી શરુઆત થઈ હતી
1992
નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. ઈમરાન ખાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં કુલ 8 મેચ રમી હતી. પ્રથમ મેચમાં તે વેસ્ટ ઈન્ડિઝ સામે 10 વિકેટે હારી ગયું હતું. આ પછી ટીમે બીજી મેચમાં ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. ત્રીજી મેચ ઈંગ્લેન્ડ સામે હતી. પાકિસ્તાન ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર નિશ્ચિત હતી પરંતુ વરસાદે મેચ અટકાવી દીધી હતી. પાકિસ્તાનને એક પોઈન્ટ મળી ગયો હતો.

જો કે, આ એક પોઈન્ટની ખુશી લાંબો સમય ટકી ન હતી અને તે પછીની બે મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ હતી.એટલે કે પાંચ મેચમાં પાકિસ્તાનને માત્ર એક જ જીત અને માત્ર 3 પોઈન્ટ મળ્યા હતા.

એવું માની લેવામાં આવ્યું હતુ કે ઈમરાનની ટીમ સેમીફાઈનલમાં નહીં પહોંચે. પરંતુ, ત્યારબાદ પાકિસ્તાને સતત 3 મેચ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયું હતુ. સેમીફાઈનલમાં પહોંચનારી ચારેય ટીમોંમાં સૌથી ઓછા પોઈન્ટ પાકિસ્તાનના જ હતા. પાકિસ્તાને સેમીફાઈનલમાં ટાઈટલની દાવેદાર ન્યુઝીલેન્ડને હરાવી અને ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

2007 ટી-20 વર્લ્ડ કપ: હારથી શરુઆત, પછી ફાઈનલ સુધીની યાત્રા
2007
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની શરુઆત કંઈ ખાસ થઈ નહોતી. પ્રથમ મેચમાં જ તેને ભારતે હરાવ્યું હતુ. પાકિસ્તાને આ હાર બાદ કમબેક કર્યું અને સુપર 8માં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતુ. સાથે જ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ અને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. જો કે ટીમ ફાઈનલમાં ભારત સામે હારી ગઈ હતી.

2009 ટી-20 વર્લ્ડ કપ: 3માંથી 2 મેચ હાર્યું, પછી વાપસી અને ટાઈટલ
2007
વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ 2009માં પાકિસ્તાને કમબેક કર્યું હતુ. 2009 લર્લ્ડકપમાં પાકિસ્તાનની શરુઆત સારી રહી નહોતી. પ્રથમ મેચમાં જ તે ઈંગ્લેન્ડ સામે હારી ગયુ હતુ. જ્યારે બીજી મેચમાં પાકિસ્તાને મેચ જીતી અને સુપર 8 માટે ક્વોલીફાઈ કર્યું હતુ.

આ પછી પાકિસ્તાનનો શ્રીલંકા સામે પરાજય થયો હતો. પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવાનો એક જ રસ્તો બચ્યો હતો કે તેણે છેલ્લી બે લીગ મેચ જીતવી. પાકિસ્તાને આ કરી બતાવ્યું. તેણે પહેલા આયર્લેન્ડ અને પછી ન્યુઝીલેન્ડને હરાવ્યું. સેમિફાઇનલમાં પાકિસ્તાન પાસેથી અપેક્ષા ઓછી હતી, કારણ કે તેનો સામનો ટેબલ ટોપર્સ અને વર્લ્ડ કપની દાવેદાર દક્ષિણ આફ્રિકા સામે હતો. પરંતુ, પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાને લોર્ડ્સના મેદાનમાં ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટના જંગી અંતરથી પરાજય આપ્યો અને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી.

2017 ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે પ્રથમ મેચમાં પરાજય આપ્યો હતો પરંતુ ફાઇનલમાં બરાબરી કરી હતી
પાકિસ્તાને તેની છેલ્લી ICC ટૂર્નામેન્ટ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે જીતી હતી. તે ટૂર્નામેન્ટમાં પણ પાકિસ્તાનનું ડેબ્યુ સારી ન હતી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ICC વનડે રેન્કિંગમાં પાકિસ્તાન 8મા નંબર પર હતું. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ખિતાબ માટે દાવેદાર માનવામાં આવતું હતું.

પાકિસ્તાને તેની પ્રથમ મેચ ભારત સામે રમી હતી. તે મેચમાં PAKને 124 રનના વિશાળ અંતરથી કારમી હાર મળી હતી. પરંતુ, આ પછી પાકિસ્તાને જોરદાર પુનરાગમન કર્યું અને શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાને હરાવી સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. સેમીફાઈનલમાં પાકિસ્તાને હોમ ટીમ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. લીગ સ્ટેજ અથડામણમાં ભારતે પાકિસ્તાન સામે એકતરફી જીત મેળવી હતી. આ કારણે, ચાહકોની સાથે-સાથે નિષ્ણાતોની પણ અપેક્ષા હતી કે ભારત ટાઇટલ જીતશે. ભારત આ ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ હતું. પરંતુ અપેક્ષાથી વિપરીત ફાઇનલમાં પાકિસ્તાને ભારતને એકપક્ષીય રીતે હરાવ્યું. પાકિસ્તાને પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી હતી.

આગળ તમે ટી-20 અને વનડે વર્લ્ડ કપની અત્યાર સુધીની ચેમ્પિયન ટીમો વિશે જાણી શકશો. તમે જોશો કે પાકિસ્તાન સિવાય બાકી જે ટીમોએ પણ ટાઇટલ જીત્યો છે, તેમનો માર્ગ સરખામણીએ ઘણો સરળ હતો. પાકિસ્તાનની જેમ રોલર-કોસ્ટર રાઈડ અન્ય કોઈ ટીમને રહ્યું નથી. માત્ર 2012માં વેસ્ટ ઈન્ડિઝનું પરિણામ કંઈક અંશે પાકિસ્તાન જેવું જ હતું.

અત્યાર સુધી રમાયેલા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ચૂકેલી ટીમોનો ટ્રેક રેકોર્ડ

1. 2007 ટી-20 વર્લ્ડ
ટી-20 વર્લ્ડ કપની પ્રથમ ટુર્નામેન્ટ 2007માં રમાઈ હતી. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તેણે 7 મેચ રમી અને 5માં ટીમ જીત મેળવી હતી.

એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડે ભારતને 10 રને હરાવ્યું હતું.

2. 2009 ટી-20 વર્લ્ડ કપ
બીજો ટી-20 વર્લ્ડ કપ 2009માં રમાયો હતો. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ 7 મેચ રમી હતી અને 5માં જીતી હતી. આ સાથે જ તેને શરૂઆતની 3 મેચમાંથી 2માં હારનો સામનો કરવો પડ્યો હતો.

3. 2010 ટી-20 વર્લ્ડ કપ
ત્રીજા ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન હતું. તેણે આખા વર્લ્ડ કપમાં 7 મેચ રમી હતી, જેમાં ટીમે 5માં જીત મેળવી હતી. એક મેચ જે આયર્લેન્ડ સામે રમવાની હતી તે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જ્યારે, ટીમને વેસ્ટ ઈન્ડિઝથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4. 2012 ટી-20 વર્લ્ડ કપ
ચોથો ટી-20 વર્લ્ડ કપ પ્રથમ વખત એશિયામાં રમાયો હતો. શ્રીલંકામાં આયોજિત આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. તેણે આખી ટુર્નામેન્ટમાં રમાયેલી 7 મેચોમાં ચારમાં ટીમનો વિજય થયો હતો. આ સાથે જ તેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડ સામે એક મેચ વરસાદમાં ધોવાઈ હતી.

5. 2014 ટી-20 વર્લ્ડ કપ
પાંચમો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાયો હતો. શ્રીલંકાએ આ વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 6 મેચ રમી જેમાં 5માં શ્રીલંકાને જીત મળી હતી. તે માત્ર એક જ મેચમાં હાર્યું હતું, તે મેચ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી.

6. 2016 ટી-20 વર્લ્ડ કપ
વેસ્ટ ઈન્ડિઝે આ વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે આખી ટુર્નામેન્ટમાં 6 મેચ રમી, 5માં ટીમ જીતી. જ્યારે, પાકિસ્તાન સામે માત્ર એક મેચ હારી હતી.

7. 2021 ટી-20 વર્લ્ડ કપ
છેલ્લે વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હતું. તેણે આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી, 6માં ટીમ જીતી. આ સાથે જ ટીમ ઈંગ્લેન્ડ સામે એક મેચમાં હારી ગઈ હતી.