• Home
  • News
  • પાકિસ્તાનના કાવતરાનો ઘટસ્ફોટ:જૈશના આતંકવાદીએ કરી હતી ડોભાલની ઓફિસની રેકી, વીડિયો પાકિસ્તાની હેન્ડલર ડોક્ટરને મોકલવાનો હતો
post

NSA ડોભાલ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નિશાના પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-13 11:34:50

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ આ પગલું ભર્યું છે. હકીકતમાં 6 ફેબ્રુઆરીએ કાશ્મીરના શોપિયામાં રહેતા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ વીડિયો સામે આવ્યો છે. આતંકવાદીએ આ વીડિયો તેના પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો, જેને તે ડોકટરના નામથી ઓળખતો હતો.

આ અંગે જોડાયેલાં સૂત્રોના હવાલેથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જૈશનો આતંકવાદી હિદાયતુલ્લા મલિકે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે પોતાના પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર ડોભાલની ઓફિસ અને કેટલીક અન્ય મહત્ત્વપૂર્ણ ઇમારતોની રેકી કરી હતી.

24 મેના રોજ વિમાન દ્વારા દિલ્હી આવ્યો હતો મલિક, બસ દ્વારા કાશ્મીર પરત ગયો હતો
હિદાયતુલ્લા મલિકની અનંતનાગમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જૈશના ફ્રન્ટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફાનો ચીફ છે. ધરપકડના સમયે મલિક પાસે ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મલિકે જણાવાયું હતું કે તે 24 મે 2019ના રોજ ઇંડિગોની ફ્લાઇટથી શ્રીનગરથી દિલ્હી આવ્યો હતો. મલિકને ડોભાલની ઓફિસ સરદાર પટેલ ભવન ઉપરાંત CISFની સુરક્ષા વ્યવસ્થાનો વીડિયો બનાવવાનો હતો. મલિકે આ વીડિયો વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો.

પૂછપરછ દરમિયાન મલિકે જણાવ્યું હતું કે રેકીનો વીડિયો જે પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો તેનું નામ ડોક્ટર છે. રેકી બાદ મલિક બસ દ્વારા કાશ્મીર પરત ફર્યો હતો. તેણે એવું પણ જણાવ્યું હતું કે 2019ના ઉનાળામાં તેણે સાંબા સેક્ટર બોર્ડર એરિયાની પણ રેકી કરી હતી. તેણે આ રેકી સમીર અહેમદ ડાર સાથે કરી હતી. સમીરની પુલવામા હુમલાના કેસમાં 21 જાન્યુઆરી 2020ના દિવસે ધરપકડ કરાઈ હતી.

2020માં આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી હતી
અહેવાલો અનુસાર, મલિકે પૂછપરછ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેને મે 2020માં એક આત્મઘાતી હુમલા માટે સેંટ્રો કાર આપવામાં આવી હતી. આ માટે મલિક તેના સાથીદારો ઇરફાન ઠોકર, ઓમર મુસ્તાક અને રઈસ મુસ્તફા સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં એક બેંકની કેશવાનમાંથી 60 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. મલિકે પૂછપરછમાં પાકિસ્તાન સ્થિત 10 લોકોના સંપર્ક નંબરો, કોડ નામો પણ જણાવ્યાં છે. આ વિગતના આધારે મલિકના બે સંપર્કોને શોપિયા અને સોપોરમાં ઠાર મારવામાં આવ્યા હતા.

મલિક જુલાઇ 2019માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. આ પહેલાં તેણે જૈશના ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કર્યું હતું. જોકે બાદમાં તેને ફરીથી જૈશમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેને જૈશનો ફ્રન્ટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફા બનાવવામાં આવ્યો હતો.

સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઇક બાદ નિશાના પર ડોભાલ
NSA
ડોભાલ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નિશાના પર છે. જૈશના મસૂદ અઝહરની પણ ડોભાલ સાથે જૂની દુશ્મની છે. ડોભાલે જ મસૂદ અઝહરની પૂછપરછ કરી હતી, જ્યારે તેની 1994માં ધરપકડ કરવામાં આવી હતી. 1999માં કંધાર વિમાન અપહરણ થયા બાદ ડોભાલ જ મસૂદ અઝહરને લઈને કંધાર એરપોર્ટ ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post