• Home
  • News
  • પંતની નબળી કેપ્ટનશિપ છતી થઈ, ચહલને માત્ર 2.1 ઓવર આપી; મિલર-ડુસેનની 131 રનની ગેમ ચેન્જિંગ પાર્ટનરશિપ
post

SAને જીતવા 212 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ રિષભ પંત કેપ્ટન તરીકે ટીમને ટાર્ગેટ ડિફેન્ડ કરાવવા સફળ રહ્યો નહોતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-10 12:09:37

નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. તેવામાં આ મેચમાં ભારતીય ટીમે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને SAને જીતવા 212 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ રિષભ પંત કેપ્ટન તરીકે ટીમને ટાર્ગેટ ડિફેન્ડ કરાવવા સફળ રહ્યા નહોતા. તેણે ચહલને ઓછી ઓવર આપવાની સાથે આક્રમક વિકેટ ટેકિંગ રણનીતિ પણ નહોતી બનાવી. તો બીજી બાજુ બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન ભારતની હારનું કારણ બની ગયું હતું. આ દરમિયાન ડૂસેનનો કેચ છોડવાનું હોય કે પછી સ્લો ઓવરરેટ દરેકમાં પંત એન્ડ ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ચલો આપણે આ મેચના ટર્નિંગ પોઈન્ટ પર નજર કરીએ....

·         આ મેચમાં બંને ટીમના મળીને કુલ 423 રન થયા હતા, જેમાં કુલ 28 સિક્સ અને 33 ફોર ફટકારવામાં આવી હતી.

·         આ મેચથી ભારતીય ટીમ માટે સકારાત્મક પાસું એ છે કે કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં પણ ભારતીય બેટરે દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણ સામે 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો.


મિલર અને ડુસેનની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ

દ.આફ્રિકાએ 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી ચોથી વિકેટ માટે ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડૂસેન વચ્ચે 64 બોલમાં અણનમ 131 રનની પાર્ટનરશિપે બાજી પલટી નાખી હતી. આ બંને બેટરે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ભારતીય ટીમ એકપણ વિકેટ ત્યારપછી ન લઈ શકી અને મેચ હારી ગઈ હતી.

·         ડેવિડ મિલરે 31 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 64 રન કર્યા હતા.

·         વાન ડેર ડૂસેને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 75 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

·         ડૂસેનને એક જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો ઉઠાવી તેણે ફિફ્ટી પણ ફટકારી અને દ.આફ્રિકાને મેચ જિતાડી દીધી હતી.


બોલર્સનો ફ્લોપ રહ્યા, પંતની નબળી કેપ્ટનશિપ

·         આ મેચમાં ભારતની હારનું સૌથી મોટું કારણ બોલરોનો ફ્લોપ શો હતો.

·         અનુભવી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.

·         અવેશ ખાને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. હર્ષલ પટેલ પણ ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.

·         પહેલી વખત કેપ્ટનશિપ કરી રહેલા રિષભ પંતે પણ પ્રભાવિત કર્યા નહોતા.

·         આશ્ચર્યની વાત એ છે કે તેણે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને માત્ર બે ઓવર આપી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post