• Home
  • News
  • 'પરીક્ષા પે ચર્ચા-2024':મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ ઘાટલોડિયામાં આવેલી નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યો
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 20:28:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા-2024' કાર્યક્રમ અંતર્ગત દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયાની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવામાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓ-શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરીક્ષા પે ચર્ચાના જીવંત પ્રસારણને નિહાળવા શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




adv

Related News

post
post
post
post
post
post
post