• Home
  • News
  • પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયા
post

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 12:16:57

અમદાવાદ: રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અમરાવતીમાં આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ નથવાણીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા 12 વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ.

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી અને તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 100 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ ગામોમાં વિકાસના કાર્યો કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post