• Home
  • News
  • રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે-પીએમ મોદી
post

વડાપ્રધાન મોદીએ રાજ્યસભાના 250માં સત્રને સંબોધતા કહ્યું કે,- ચર્ચા ચાલી રહી હતી કે સંસદ એક હોય કે બે પરંતુ બંધારણ નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી છે, તે ઘણી ઉપયોગી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 16:09:33

નવી દિલ્હીઃ સંસદનું શિયાળું સત્ર સોમવારે શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ રાજ્યસભાના 250માં સત્રને સંબોધતા કહ્યું કે,- ચર્ચા ચાલી રહી હતી કે સંસદ એક હોય કે બે પરંતુ બંધારણ નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી છે, તે ઘણી ઉપયોગી છે. નીચલું ગૃહ જમીન સાથે જોડાયેલું છે, તો ઉપલું ગૃહ દૂર સુધી જોઈ શકે છે. નીચલા ગૃહમાં ભારતની જમીનની સ્થિતીનું પ્રતિબિંબ હોય છે, તો અહીંયા દુરદ્રષ્ટી વિશે ખબર પડે છે. આ ગૃહે ઘણી ઐતિહાસિક પળો જોઈ છે. ઈતિહાસ બનાવ્યો પણ અને ઈતિહાસને બનતા પણ જોયો. જરૂર પડે ઈતિહાસને વાળવાનું કામ પણ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ રાજ્યસભાના 250માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે, સભાપતિજી જ્યારે તમે બે ઘટનાઓને એકસાથે રજુ કરી રહ્યા હતા. મને લાગતું હતું કે લખવાના શોખીન આની પર જરૂર ધ્યાન આપશે. 250 સત્ર વિચાર યાત્રી રહી છે. દરેક દિવસ પછી નવો દિવસ આવ્યા, સમય બદલાયો અને પરિસ્થિતી પણ બદલાઈ. મોદીએ વધુમાં કહ્યું કે- ગૃહે બદલાયેલી પરિસ્થિતીને અનુરૂપ થઈને પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો છે. જેના માટે ગૃહના દરેક સભ્યને શુભેચ્છા આપું છું. આ આપણી વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત કેવી રીતે નેતૃત્વની ક્ષમતા ધરાવે છે,તે આ ગૃહથી ખબર પડે છે.

ગૃહના બે મુખ્ય પાસાઓ છે. એક સ્થાયિત્વ અને બીજો વિવિધતા. લોકો આવે છેને જાય છે પણ, સ્થાયિત્વ બનતું રહે છે. ભારતની અનેકતામાં એકતા જે સૂત્ર છે, તેની સૌથી મોટી શક્તિ ગૃહમાં જોવા મળે છે.

આ ગૃહનો વધુ એક લાભ પણ છે કે કોઈ પણ માટે ચૂંટણી અખાડો પાર કરવા સરળ નથી હોતો, પણ દેશના હિતમાં તેમની ઉપયોગિત વધી જાય છે, તેમના અનુભવ અને તેમનું સામર્થ્ય મૂલ્યવાન હોય છે. રાજ્યસભાનો ફાયદો એ છે કે અહીં વૈજ્ઞાનિક, કલાકાર અને ખેલાડી જેવા તમામ વ્યક્તિઓ આવે છે જે લોકતાંત્રિક રીતે ચૂંટાતા નથી. બાબા સાહેબ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તે લોકો સભા માટે ન ચૂંટાઈ શક્યા પણ તેઓ રાજ્યસભામાં પહોંચ્યા. બાબા સાહેબ આંબેડકરના કારણે દેશને ઘણું બધું મળ્યું છે.

સંસદનું શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ છે.લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ જગન્નાથ મિશ્રા, અરુણ જેટલી, સુખદેવ સિંઘ લિબ્રા, રામ જેઠમલાની,ગુરુદાસ ગુપ્તા અને એવા તમામ સ્વર્ગસ્થ સભ્યોને યાદ કર્યા હતા. સંસદ શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે. સાથે જ વિપક્ષ અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા અને ફારુક અબ્દુલ્લા સહિત અન્ય કાશ્મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. આ સત્રમાં લોકસભાની 20 બેઠકોનો પ્રસ્તાવ છે. આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. દેશના બંધારણને દેશની એકતા, અખંડતા અને વિવિધતાને સમેટી લીધી છે. છેલ્લા દિવસો તમામ પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી, ગત વખત જે પ્રકારે તમામ પક્ષોના સહયોગના કારણે સંસદ ચાલી હતી, આ વખતે પણ તેવી આશા રાખું છું.