• Home
  • News
  • લોકસભામાં મોડી રાતે નાગરિકતા સંશોધન બિલ પાસ, આજે રાજ્યસભામાં રજુ કરાશે
post

નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાતે લોકસભામાં પાસ થઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 10:54:22

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાતે લોકસભામાં પાસ થઈ ગયું છે. રાતે 12.04 વાગ્યે થયેલા મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જેની પર લગભગ 14 કલાક સુધી હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારી ગણાવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે, આ બિલ યાતનાઓથી મુક્તિઓનો દસ્તાવેજ છે અને ભારતીય મુસ્લિમોને આની સાથે કોઈ લેવા દેવા નથી. શાહે કહ્યું કે, આ બિલ માત્ર 3 દેશોમાંથી હેરાન થઈને ભારતમાં આવેલા લઘુમતીઓ માટે છે અને આ દેશોમાં મુસ્લિમ લઘુમતી નથી, કારણ કે ત્યાંનો રાષ્ટ્રીય ધર્મ જ ઈસ્લામ છે. આ બિલ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.

કોંગ્રેસ સહિત 11 વિપક્ષી પાર્ટીઓએ બિલને ધાર્મિક આધારે ભેદભાવ કરવાનું ગણાવ્યું હતું. AIMIM સાંસદ અસદદ્દુીન ઓવૈસીએ બિલની કોપી પણ ફાડી નાંખી હતી.