• Home
  • News
  • સંસદની કાર્યવાહી શરૂ,સુષમા-જેટલી સહિતના સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
post

સંસદનું શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 11:46:47

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ છે. જેમાં સૌ પ્રથમ રાજ્યસભાના સભ્યોએ જગન્નાથ મિશ્રા, અરુણ જેટલી, સુખદેવ સિંઘ લિબ્રા, રામ જેઠમલાની,ગુરુદાસ ગુપ્તા અને એવા તમામ સ્વર્ગસ્થ સભ્યોને યાદ કર્યા હતા. સંસદ શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે. સાથે જ વિપક્ષ અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા અને ફારુક અબ્દુલ્લા સહિત અન્ય કાશ્મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. આ સત્રમાં લોકસભાની 20 બેઠકોનો પ્રસ્તાવ છે. આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. દેશના બંધારણને દેશની એકતા, અખંડતા અને વિવિધતાને સમેટી લીધી છે. છેલ્લા દિવસો તમામ પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી, ગત વખત જે પ્રકારે તમામ પક્ષોના સહયોગના કારણે સંસદ ચાલી હતી, આ વખતે પણ તેવી આશા રાખું છું.

પ્રશ્નોત્તરી વખતે લોકસભામાં વિપક્ષના નેતા સતત નારાબાજી કરી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સભ્યોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. સંસદને નિયમ પ્રમાણે ચાલવા દો.

ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને કલાકારોના જીવનને યોગ્ય બનાવવાની માગં કરી છે,તેમની જીવિકા સુનિશ્વિત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ઘણા કલાકારો તેમની સારવાર સુધ્ધા નથી કરાવી શકતા. વિપક્ષ સતત નારાબાજી કરી રહ્યો છે.

 લોકસભા સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં રાષ્ટ્રગાન સાથે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ હતી. સૌથી પહેલા સંસદના નવનિયુક્ત સભ્યો શપથ લઈ રહ્યા છે. રાજ્યસભાના સભાપતિ વૈંકૈયા નાયડુની અધ્યક્ષતામાં રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થઈ છે. રાજ્યસભામાં સૌથી પહેલા સ્વર્ગસ્થ સભ્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. લોકસભામાં નવા સભ્યોના શપથ ગ્રહણ બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વર્ગસ્થ સભ્યો વિશે ગૃહને સૂચન કર્યું અને તે તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.