• Home
  • News
  • કિર્તિદાન ગઢવી સહિત પાર્થિવ ગોહેલ અને સાંઇરામ દવેનું પર્ફોર્મન્સ, ‘લાડકી’ ગીત ગાવાની કિર્તિદાનની ઇચ્છા
post

ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ આપવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:00:50

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. ત્યારે 24મીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પકાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે. આ સિવાય ખ્યાતનામ લોકકલાકાર કિર્તિદાન ગઢવી સહિત ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ આપવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સામે પર્ફોર્મન્સ રજૂ કરશે. ત્યારે કિર્તિદાન ગઢવીએ આ પ્રસંગે લાડકીગીત ગાવાની ઇચ્છા દર્શાવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post