• Home
  • News
  • બેંગ્લોરમાં રિપ્લેસમેન્ટ તરીકે પાટિદાર જોડાયો હતો : આઇપીએલ રમવા માટે લગ્ન અટકાવ્યા
post

એલિમિનેટરમાં લખનઉ સામે સદી ફટકારનારો રજત પાટિદાર હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 17:01:14

અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી લખનઉ સામેની એલિમિનેટરમાં અણનમ ૧૧૨ રનની ઝંઝાવાતી ઈનિંગ રમનારા રજત પાટિદારની આઇપીએલની સફર કોઈ ફિલ્મની પટકથાને પણ ટક્કર મારે તેવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ક્વોલિફાયર ટુમાં પ્રવેશ અપાવનારા રજત પાટિદારને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેણે આઇપીએલમાં રમવાની ગોલ્ડન તક હાથથી જવા ન દેવા માટે લગ્ન પણ અટકાવી દીધા હતા.

 

સૌથી રોચક બાબત એ છે કેરજત પાટિદારને આઇપીએલના મેગા ઓક્શનમાં કોઈએ ખરીદ્યો જ નહતો. તે ૨૦૨૧ની સિઝનમાં બેંગ્લોર તરફથી રમ્યો હતોપણ તેમાં તેના ૪ મેચમાં ૭૧ રન જ હતા. આ કારણે બેંગ્લોરે પણ રસ દેખાડયો નહતો. જોકેતેનું નસીબ તેને આઇપીએલમાં ખેંચી લાવ્યું હતુ.

 

બેંગ્લોરે ટીમમાં સમાવેલો લવનીથ સિસોદિયા ખસી ગયો હતો અને આ કારણે બેંગ્લોરે સિસોદિયાના રિપ્લેસમેન્ટ તરીકે પાટિદારને રૃપિયા ૨૦ લાખમાં પાછો ટીમમાં સમાવ્યો હતો.

જોકે બેંગ્લોરે આ નિર્ણય લીધો તે પહેલા રજતના પરિવારે તો માની જ લીધું હતુ કેતેમનો પુત્ર આઇપીએલમાં રમવાનો નથી અને તેની પાસે બે મહિના જેટલો આરામનો સમય છે. આ કારણે રજતના પિતા મનોહર પાટિદારે તેના લગ્ન ગોઠવી દીધા હતા. તેમણે રજત માટે રતલામની એક કન્યા શોધી કાઢી હતી અને ૯મી મે એ તો ઈન્દોરમાં એક હોટલ પણ બુક કરી લીધી હતી.

 

મનોહર પાટિદારે ઊમેર્યું કેઅમે સાવ સામાન્ય કાર્યક્રમ રાખવાનું આયોજન કર્યું હતુ અને આ કારણે અમે કંકોતરી પણ છપાવી નથી. જોકે હવે રજત પાટિદારના લગ્ન જુલાઈમાં કરવાનું આયોજન થઈ રહ્યું છે. આઈપીએલ બાદ તે મધ્ય પ્રદેશ તરફથી પંજાબ સામે ક્વાર્ટર ફાઈનલ રમશે.પાટિદારનો જન્મ મધ્ય પ્રદેશમાં થયો છે અને તે ત્યાંથી જ રણજી ટ્રોફી રમી રહ્યો છે.