• Home
  • News
  • મહત્ત્વનો નિર્ણય:48 કલાક સુધી તાવ ન આવે અથવા ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવાશે
post

કોરોનાના વધુ ગંભીર પેશન્ટોને હોસ્પિટલમાં બેડ મળી રહે તે માટે આહનાની ક્લિનિકલ કમિટી દ્વારા લેવાયેલો મહત્ત્વનો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:20:16

કોરોનાના ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં સહેલાઈથી બેડ મળી રહે તે માટે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) દ્વારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે. આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું છે કે, જો કોઈ દર્દીને 48 કલાક સુધી તાવ ન હોય અથવા ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીને હોસ્પિટલમાં રજા આપી દેવાશે. આ ઉપરાંત દર્દીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાના પણ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.

હોમ કેરમાં રોજ 1થી 2 લિટર ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવાં દર્દીને બેકઅપ અપાશે

·         જે દર્દીને 48 કલાકથી તાવ ન આવતો હોય

·         24 કલાકથી દર્દીનું બ્લડપ્રેશર અને અને પલ્સ નોર્મલ રહેતા હોય

·         ઓક્સિજનની જરૂરિયાત ધરાવતાં દર્દીને 48 કલાકથી ઓક્સિજનની જરૂર ન પડતી હોય

·         જો કોઇ દર્દીને ફેફસાનું ઇન્ફેકશન હોય અને તેને હોમ કેરમાં રોજ 1થી 2 લિટર ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવાં દર્દીને બેકઅપ અપાશે.

દર્દીને એકથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાના માપદંડ

·         દર્દીને જો કોઇ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હોય તે હોસ્પિટલમાં વેન્ટિલેટર કે બાયપેપની સુવિધા ન હોય અથવા હોય તો કામ આવે તેવા ન હોય અથવા બંધ હોય.

·         ઇકમો મશીન અને સીઆરઆરટીની વ્યવસ્થા હોસ્પિટલમાં ન હોય

·         હોસ્પિટલમાં ફાયર અથવા અન્ય કોઇ સમસ્યા હોય

·         કોઇ કારણોસર હોસ્પિટલમાં કોવિડની સારવાર આપનાર તબીબ ઉપલબ્ધ ન હોય

·         હોસ્પિટલમાં મહત્વના સાધનો ખરાબ થઇ ગયા હોય

હોસ્પિટલમાં સુવિધા હશે તો ટ્રાન્સફર નહીં

·         દર્દીને ટ્રાન્સફર કરાયું હોય તે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ હોય અને દર્દીને દાખલ કરવા માટે બેડ ખાલી હોય અનને સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ હોય.

·         હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવાની તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં દર્દી અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની રજૂઆત કરે.

 

adv

Related News

post
post
post
post
post
post
post