• Home
  • News
  • અંબાજીમાં ફરી શરૂ થશે પાવડી પૂજા, બ્રાહ્મણો થયા ખુશખુશાલ
post

અંબાજી મંદિરમાં પાવડી પૂજાનો લાભ હોદ્દાની રુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપમુખ્ય મંત્રી નિતીન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક અધિકારીઓ લઈ ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-11 10:26:31

બનાસકાંઠા :યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્નણો થકી પાવડી પૂજા વિધી કરાતી હોય છે. જે છેલ્લા 11 માસથી બંધ હતી તે હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટીએ બાહ્મણોની લાગણીને માન અને સરકારની ગાઈડલાઈન મુજબ પાવડી પૂજા શરૂ કરવામાં આવતા ખુશી જોવા મળી છે. પાવડી પૂજાનો સમય સવારે 8.30 વાગ્યાથી 10.30 સુધી રહેશે. ત્યાર બાદ દોઢ વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન પાવડી પૂજા કરવામાં આવશે.

કોરોના મહામારીના પગલે છેલ્લા 11 માસથી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવામાં આવી હતી. એટલુ જ નહિ, હાલમાં કોરોનાની મહામારીમાં જોર ઓછુ અંબાજી મંદિરના મોટાભાગના દરવાજાઓ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. પ્રસાદ વિતરણ વ્યવસ્થા સરકારની SOP મુજબ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. છતાં પાવડી પૂજા શરૂ ન કરાતા બ્રાહ્નણોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. એટલું જ નહિ, આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે સરકાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા બ્રાહ્નણોની લાગણીને માન આપી સરકારની ગાઈડલાઈન પ્રમાણે માતાજીની પાવડી પૂજા ફરી શરૂ કરી દેવામાં આવી છે.

પણ તેમાં પાવડી પૂજા કરવા ઈચ્છતા બ્રાહ્મણે રેશમી વસ્ત્રો પહેરીને નિયત સમયમા પૂજા કરી શકશે. જેને લઈ બંધ કરાયેલી પાવડી પૂજા ફરી શરૂ કરવામાં માંગણી કરનાર બ્રાહ્મણોમાં ખુશીની જોવા મળી રહી છે. આ વિશે મંદિર ટ્રસ્ટના મુખ્ય પૂજારી ભરતભાઈ પાદ્યાએ આ માહિતી આપી હતી.

એટલુ જ નહિ, અંબાજી મંદિરમાં પાવડી પૂજાનો લાભ હોદ્દાની રુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપમુખ્ય મંત્રી નિતીન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક અધિકારીઓ લઈ ચૂક્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post