• Home
  • News
  • PBKSએ 54 રનથી RCBને હરાવ્યું:વિરાટ-ડુપ્લેસિસ સહિત ટોપ ઓર્ડર ફ્લોપ, રબાડાએ 3 વિકેટ લીધી; બંને ટીમ પ્લેઓફ રેસમાં હજુ યથાવત
post

બેરસ્ટો અને લિયામ લિવિંગ્સ્ટોને શાનદાર બેટિંગ કરીને પંજાબને મોટા સ્કોર તરફ અગ્રેસર કર્યુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-14 16:50:48

મુંબઈ: IPL 2022ની 60મી મેચમાં પંજાબ કિંગ્સે 54 રનથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. RCBને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પંજાબ કિંગ્સના રબાડાએ 3 વિકેટ લીધી હતી. આ પરિણામ સાથે પંજાબની ટીમ પ્લે ઓફની રેસમાં પરત ફરી છે. PBKSના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જ્યારે RCBના 13 મેચમાં 14 પોઈન્ટ છે અને તે પણ ટોપ-4ની રેસમાં યથાવત છે.

પંજાબની પાવરફુલ બેટિંગ

ટોસ હાર્યા પછી પંજાબની શરૂઆત સારી રહી હતી અને ઓપનિંગમાં શિખર ધવન અને બેયરસ્ટો વચ્ચે 60 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ધવનના આઉટ થયા પછી પણ બેયરસ્ટોએ શાનદાર ફિફ્ટી ફટકારી રન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ઈનિંગમાં બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જેમાં કુલ 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની વિકેટ પછી લિયમ લિવિંગસ્ટોને બાજી સંભાળી અને તેને 42 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા મારી 70 રન કર્યા હતા. બંને બેટરની શાનદાર ઈનિંગના કારણે પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 209 રન કર્યા હતા.

RCBના પટેલનો પાવર

બેંગ્લોર ટીમના હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ લીધી હતી.વાણિંદુ હસરંગાએ 4 ઓવરમાં 15 રન આપી 2 વિકેટ લીધી હતી.