• Home
  • News
  • PCBએ કહ્યું, ખેલાડીઓ માટે વિઝાની ગેરન્ટી આપે BCCI, ભારતીય બોર્ડનો જવાબ- પહેલા PCB આંતકવાદી હુમલો નહિ થાય તેની ગેરન્ટી આપે
post

બોર્ડના અધિકારીએ PCBને પૂછ્યું - શું તેઓ ગેરન્ટી આપી શકે છે કે પાકિસ્તાન સરકાર સરહદ પારથી ઘૂસણખોરીને મંજૂરી નહીં આપે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 10:54:51

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને કહ્યું છે કે, 2021 અને 2023માં ભારતમાં યોજાનારા T-20 અને વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓના વિઝાની ગેરેન્ટી આપે. તેના જવાબમાં BCCIએ પણ PCB પાસેથી આતંકવાદી હુમલો નહિ થાય તેવી ગેરેન્ટી આપવાની વાત કરી હતી

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં BCCI અધિકારીએ કહ્યું કે, ICCના નિયમોમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રમતમાં સરકારની દખલ ન થવી જોઈએ. આ જ ક્રિકેટ બોર્ડને લાગુ પડે છે. આવી સ્થિતિમાં તેઓએ સરકારની કામગીરીમાં દખલ ન કરવી જોઈએ. 

BCCI પૂછ્યું- શું PCB બીજો પુલવામા નહીં થાય તેની ગેરેન્ટી લેશે?
બોર્ડના અધિકારીએ PCBને પૂછ્યું છે કે શું વિઝા લેતા પહેલા તેઓ ગેરેન્ટી આપી શકે છે કે પાકિસ્તાન સરકાર સરહદ પારથી ઘૂસણખોરી અને યુદ્ધ વિરામના ભંગની મંજૂરી આપશે નહીં. શું PCB ખાતરી આપે છે કે ત્યાં બીજો પુલવામા નહીં થાય?

ભારત સામે PCBનું કાવતરું છે: BCCI
તેમણે વધુમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે PCB આને સમજે અને ભારત વિરુદ્ધ કાવતરું બંધ કરે. PCB ICCમાં ભારત સામે એજન્ટ તરીકે કામ કરી રહી છે. હું એટલું જ કહેવા માંગુ છું કે ભારત એક અદ્ભુત દેશ છે અને સંયમિત અને સંતુલિત રીતે કાર્ય કરે છે.

PCB BCCI પાસેથી વિઝા ગેરન્ટી માંગી હતી
PCB
ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વસીમ ખાને યુટ્યુબ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ICC વર્લ્ડ કપ 2021 અને 2023માં ભારતમાં યોજાવાનો છે. અમે ICCને BCCI તરફથી લેખિત ખાતરી આપવા જણાવ્યું છે કે અમને ભારત તરફથી વિઝા મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

મલ્ટિ સ્પોર્ટિંગ ઇવેન્ટમાં વિઝા વિવાદ નહીં
તેમણે આરોપ લગાવ્યો કે તાજેતરના દિવસોમાં ભારત સરકારે પાકિસ્તાની ટીમોને મલ્ટિ-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લેવા વિઝા આપ્યા ન હતા. તેથી, અમે BCCI પાસે અગાઉથી ખાતરીઓની માંગ કરી છે. જોકે, ખાનના દાવાની કોઈ યોગ્યતા જણાતી નથી, કારણ કે ભારત સરકારે ગયા વર્ષે જૂનમાં મલ્ટિ-નેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના વિઝા વિવાદને સમાધાન આપી દીધું છે. આ કેસમાં તત્કાલીન યુનિયન રમતગમત સચિવ રાધેશ્યામ જુલાનીયાએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર બત્રાને પત્ર લખીને સહયોગ આપવા જણાવ્યું હતું.