• Home
  • News
  • ધોનીનો શોર્ટ બ્લેક હેર અને સફેદ દાઢી વાળો ફોટો વાયરલ, દીકરી ઝીવા સાથે મસ્તી કરતો જોવા મળ્યો
post

ચેન્નઈ સુપરકિંગ્સે પણ એક વીડિયો શેર કર્યો, તેમાં ધોની સુરેશ રૈનાને કહે છે કે- તારી દાઢી સફેદ થઇ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 10:47:22

કોરોનાવાયરસ અને લોકડાઉન વચ્ચે મહેન્દ્ર સિંહ ધોનીનો સોશિયલ મીડિયા પર એક નવો લુક સામે આપ્યો છે. તેની દીકરી ઝીવા ધોની સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની શોર્ટ બ્લેક હેર અને સફેદ દાઢીમાં દેખાયો હતો. ધોની વીડિયોમાં પોતાના ફાર્મ હાઉસ પર દીકરી અને ડોગ સાથે રમતો જોવા મળે છે.


પૂર્વ ભારતીય કેપ્ટન ધોની વનડે વર્લ્ડ કપ 2019 પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગથી કમબેક કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોરોનાના કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે. 

ધોનીએ રૈનાને કહ્યું- તારી દાઢી સફેદ થઇ ગઈ છે
ચેન્નાઇ સુપરકિંગ્સે ધોની અને સુરેશ રૈનાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં ધોની ક્લીન સેવમાં દેખાઈ છે, જયારે રૈના બિયર્ડ લુકમાં છે. રૈના ધોનીને ભેટે છે તો ધોની કહે છે કે, તારી દાઢી સફેદ થઇ ગઈ છે.