• Home
  • News
  • પેટાચૂંટણીનો ખર્ચ પક્ષપલટુ MLA પાસેથી વસૂલવા હાઇકોર્ટમાં PIL, એક બેઠકની પેટાચૂંટણી માટે અંદાજે 2 કરોડ ખર્ચ થાય છે જેનો બોજ લોકો પર પડે છે
post

ધારાસભ્યો અંગત સ્વાર્થ માટે પક્ષ બદલતા હોવાથી પેટાચૂંટણી કરવી પડતી હોવાની દલીલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:22:29

 પક્ષપલટુ ધારાસભ્યો પોતાની અંગત લાલચને લીધે પક્ષ બદલતા હોય છે આવા પક્ષપલટુઓને લીધે પેટાચૂંટણીઓ યોજવી પડે છે. પક્ષપલટુઓએ પોતાના પ્રચાર માટે અને પેટાચૂંટણી માટેના નાણાં રિકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ચૂંટણી પંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે આ અંગે નોટેફિકેશન બહાર પાડવા અને પક્ષપલટુઓ માટે નિયમો બનાવવા દાદ માગી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટે નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે.લગભગ એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય લોકો પર પડે છે.તાજેતરમાં જ કોંગ્રેસમાંથી 15 પક્ષપલટુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને તે પૈકી 10 ધારાસભ્યો પેટાચૂંટણીમાં લડી રહ્યા છે.

જુલાઇ 2018થી જૂન 2020 સુધીમાં જે ધારાસભ્યે પક્ષપલટો કર્યો છે તેમની પાસેથી નાણાં વસૂલવા માંગ
જુલાઇ 2018 થી જુન 2020 સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પાસેથી ચૂંટણી માટે થતા ખર્ચા વસૂલવા માગણી કરાઇ છે. ધારાસભ્યપદેથી રાજીનામું આપે તે પહેલા તેની પાસેથી 2 કરોડનો ખર્ચ વસૂલી લેવા ચૂંટણી પંચને આદેશ કરવા માગણી કરાઇ છે.

ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી રાજીનામું નહીંની શરત મૂકો
ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યો તેમની ટર્મ પૂર્ણ નહીં થાય ત્યા સુધી રાજીનામું નહી આપે તેવી બાહેંધરી લેવી જોઇએ. પેટાચૂંટણીઓના ખર્ચા બચાવવા અને ભ્રષ્ટાચારી ધારાસભ્યો માટે ચૂંટણી પંચે નિયમો ઘડવાની જરૂર છે. હાઇકોર્ટ ચૂંટણીપંચને આ અંગે નિયમો ઘડવા અને નોટિફિકેશન બહાર પાડવા આદેશ કરે તેવી દાદ માગવામાં આવી છે.

ત્રણ વર્ષમાં 19 MLAનો પક્ષપલટો
2017
માં કોગ્રેંસના 77 ઉમેદવારો ચૂંટાયા હતા તેમાથી 19 ધારાસભ્યોએ કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પંચ જો નિષ્પક્ષતાથી ચૂંટણી યોજવા માગતું હોય તો બંધારણના અનુચ્ચછેદ 324 મુજબ પક્ષપલટુ ધારાસભ્યો અને રાજકીય પક્ષો સામે આ પ્રકારના નિયમો ઘડવા અને તેનું કડકાઇથી પાલન કરવું જરૂરી છે. ચૂંટણીપંચ દ્વારા પક્ષપલટુઓ સામે નિયમો ઘડવામાં આવશે તો પેટાચૂંટણીઓના ખર્ચા અટકી શકે છે અને પબ્લિક મનીનો વ્યય થતો અટકશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post