• Home
  • News
  • 'બે-પાંચ મહિને ખેલ કરે અને પછી માફી માગે':સાળંગપુર વિવાદને લઈ આશુતોષ ગિરિબાપુએ કહ્યું- '5 હજાર સંતો સાથે કૂચ કરી અમે ભીંતચિત્રો હટાવી દઈશું, જરૂર પડ્યે શસ્ત્ર પણ ઉપાડીશું'
post

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર જે પાંડવકાલીન મહાદેવ મંદિર છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:39:37

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીંત ચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે એને લઇ બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગિરિબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં જે આ ભિંતચિત્રો છે એ વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસીને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે એમ જણાવ્યું છે.

સાધુ-સંતોમાં પણ ભારે રોષ
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી જે 54 ફૂટની પ્રતિમા મૂકવામાં આવેલ છે એની નીચે જે ચિત્ર મૂકવામાં આવ્યાં છે એને લઈ ભારે વિવાદ સર્જાયો છે. સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે એ પ્રમાણેનાં નિવેદનો પણ સ્વામીના સંપ્રદાય તરફથી આવી રહ્યાં છે. ત્યારે આ પ્રકારનાં નિવેદનને લઈ સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

'5 હજાર સાધુ-સંતો જઈ જાતે જ ભીંતચિત્રો હટાવી દઈશું'
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર જે પાંડવકાલીન મહાદેવ મંદિર છે. ત્યારે અહીંના મહંત એવા મહામંડલેશ્વર આશુતોષ ગિરિ બાપુ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભીંતચિત્ર બનાવવામાં આવ્યાં છે એ વહેલી તકે હટાવી લેવામાં આવે, આ યોગ્ય નથી તેમજ આગામી દિવસોમાં આ મામલે લીબડી ખાતે 100 જેટલા સાધુ-સંતોની એક બેઠક યોજાવાની છે, તેમજ ત્યાર બાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3000 જેટલા સાધુ-સંતોનું અધિવેશન પણ મળશે તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. તેમ છતાં પણ જો મંદિર વિભાગ દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે તો 5000 જેટલા સાધુ-સંતો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચશે. ઉપવાસ આંદોલન પણ કરીશું અને તેમ છતાં પણ જો ચિત્રો હટાવવામાં નહિ આવે તો સાધુ-સંતો દ્વારા જાતે આ ભીંતચિત્રો હટાવી લઇશું.

'જરૂર પડ્યે શાસ્ત્ર અને શસ્ત્ર પણ ઉપાડીશું'
આ નિવેદનથી એટલું ચોક્કસ છે કે મહામંડલેશ્વર ગિરિબાપુમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે જણાવાયું હતું કે આ ભીંતચિત્રો હટાવવામાં નહિ આવે તો સનાતન ધર્મના સંતો જરૂર પડશે તો શાસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરીશું.

adv

Related News

post
post
post
post
post
post
post