• Home
  • News
  • વીડિયો કોન્ફરન્સ કરતા પહેલા કૉલ રેટ અને શરતો વાંચી લો: TRAI
post

કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની TRAIને ફરિયાદ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 10:28:01

નવી દિલ્હી: ટ્રાઈએ વીડિયો કૉલ્સ થકી ઓનલાઈન કોન્ફરન્સિંગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવાની અપીલ કરી છે. ટ્રાઈએ સોમવારે એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, ગ્રાહકોએ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં જોડાતા પહેલા કૉલ રેટની ધ્યાનથી ચકાસણી કરી લેવી જોઈએ.

કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ
ટ્રાઈની એડવાઈઝરી એ ફરિયાદો પછી આવી છે, જેમાં કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ કરી હતી. કેટલાકે તો આંતરરાષ્ટ્રીય ફોન નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ પર પણ આ સેવા લીધી હતી. એટલે ટ્રાઈએ વીડિયો કોન્ફરન્સ પહેલા ફોન નંબરો પણ તપાસી લેવાની સલાહ આપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post