• Home
  • News
  • શિયાળુ સત્ર -70 વર્ષમાં બંધારણે જે ઉપલબ્ધિ મેળવી છે તેના માટે નાગરિકો પ્રશંસાને પાત્ર- રાષ્ટ્રપતિ કોવિંદ
post

આજે દેશનો ઐતિહાસિક દિવસ એટલે કે બંધારણ દિવસ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 13:39:13

નવી દિલ્હીઃ આજે દેશનો ઐતિહાસિક દિવસ એટલે કે બંધારણ દિવસ છે. સંસદના શિયાળું સત્રમાં દેશના વડાપ્રધાન મોદી આ દિવસ અંગે ગૃહને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ ઐતિહાસીક અવસર છે. 70 વર્ષ પહેલા અમે વિધિવત રૂપથી બંધારણનો અંગીકાર કર્યો હતો. 26 નવેમ્બર સાથે સાથે દુઃખ પણ પહોંચાડે છે, જ્યારે ભારતની મહાન ઉચ્ચ પરંપરાઓ, સંસ્કૃતિ વિરાસતને મુંબઈમાં આતંકવાદીઓએ છંછેડવાનો પ્રયાસ કર્યો હતો. આજે હું એ તમામ લોકોને દિલથી વંદન કરું છું. 7 દાયકા પહેલા બંધારણ અંગે આ હોલમાં ચર્ચા થઈ હતી. સપનાઓ પર ચર્ચા થઈ હતી, આશાઓ પર ચર્ચા થઈ હતી. સંવિધાનની મજબૂતીના કારણે જ એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવી શક્યા છીએ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સત્રને સંબોધતા કહ્યું કે, આપણા બંધારણમાં ભારતીય લોકતંત્રનું દિલ ધબકે છે. તેને જાળવી રાખવા માટે સુધારણાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે, 17મી લોકસભામાં 78 મહિલા સાંસદોની પસંદગી થવી આપણા લોકતંત્રની ગૌરવપૂર્ણ સિદ્ધી છે. આ એક મહત્વપૂર્ણ રાનીતિક અને સામાજિક પરિવર્તન છે.