• Home
  • News
  • PM મોદીનો દુ:ખતી નસ પર હાથ… ઘરે G-23 નેતાઓ… શું કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે આઝાદ
post

ગુલામ નબી આઝાદના ઘરે (Ghulam Nabi Azad House) ગઈ કાલે સાંજે કોંગ્રેસના કેટલાક નેતાઓ (Congress Leaders) મળવા પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-10 10:56:56

કોંગ્રેસના દિગ્ગજ નેતા (Congress Senior Leader) ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) નો રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો. આ પ્રસંગે ગુલામ નબી વિષે બોલતા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)પણ ભાવુક થઈને રડી પડ્યા હતાં. પીએમ મોદીએ આઝાદને એક સાચા મિત્ર ગણાવ્યા હતાં. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા આઝાદને લઈને પીએમ મોદીનું આ પ્રકારનું સંવેદનશીલ વર્તન પણ ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે આઝાદ પણ રાજકીય દાવપેચ શરૂ કરી દીધો હોય તેમ લાગે છે.

ગુલામ નબીના ઘરે G-23 નેતાઓનો જમાવડો

ગુલામ નબી આઝાદના ઘરે (Ghulam Nabi Azad House) ગઈ કાલે સાંજે કોંગ્રેસના કેટલાક નેતાઓ (Congress Leaders) મળવા પહોંચ્યા હતાં. આ નેતાઓમાં ઘણા એવા પણ હતા જેમને કોંગ્રેસ હાઈકમાન્ડ (Congress High Command)ને પત્ર લખનારા અસંતુષ્ઠ નેતાઓના જુથ કે જે G-23 તરીકે ઓળખાય છે તેના સભ્યો હતા. આ નેતાઓમાં લોકસભા સાંસદ (Lok Sabha MP)અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારી, શશિ થરૂર, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવાણ, રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા પણ શામેલ હતાં.

ક્યાંમ અસંતુષ્ઠ જુથ તો નહીં ને…  

જોકે આઝાદના ઘરની આ મુલાકાતને એક શિષ્ટાચાર મુલાકાત ગણાવવામાં આવી રહી છે પણ પીએમ મોદીના ભાષણ બાદ અને તેમના દ્વારા G-23નો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ આ નેતાઓનું ઘરે પહોંચવું એક અલગ જ રાજકીય સંકેત માનવામાં આવે છે. જે પ્રકારે કોંગ્રેસમાં જુથબાજી વકરી રહી છે તેનાથી પાર્ટીમાં વફાદારો વિરૂદ્ધ અસંતુષ્ઠોનું જુથ ઉભુ થયું છે. તેમાં પણ ગઈ કાલે પીએમ મોદી દ્વારા આઝાદના ભારોભાર વખાણ કરવા કોંગ્રેસ પાર્ટીની દુ:ખતી રગ પર હાથ મુકવાની ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

વિદાય લેતી વખતે આપ્યું ભાવુક ભાષણ

ગુલામ નબી આઝાદે આજે રાજ્યસભાના સભ્યપદેથી વિદા લેતા એવુ નિવેદન આપ્યું હતું જેની ચારેકોર ભારે ચર્ચા થઈ રહી છે. આઝાદે કહ્યું હતું કે, મુસ્લીમ દેશોની સ્થિતિને ધ્યાનમં રાખતા મને ભારતીય મુસલમાન હોવા પર ગર્વ છે. મારૂ હંમેશા માનવું છે કે, આપણે ખુબ જ નસીબદાર છીએ. સ્વર્ગ જ હિંદુસ્તાન છે. હું તો આઝાદી પછી જન્મ્યો પણ આજે ગૂગલ મારફતે હું વાંચુ છું, સાંભળુ છું, જોવુ છું તો એ ગર્વ જરૂર થાય છે કે હું પણ એ ભાગ્યશાળી લોકોમાંનો એક છું જે ક્યારેય પાકિસ્તાન ગયો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post