• Home
  • News
  • વતનમાં નરેન્દ્ર મોદી:PM મોદી આજે સી-પ્લેનમાં અમદાવાદ આવશે, શહેરમાં આજે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અને રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ
post

રિવરફ્રન્ટના રોડ, RTO સર્કલથી વાડજ સર્કલ તથા વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 10:53:01

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કેવડિયાથી સી-પ્લેનમાં અમદાવાદમાં આવવાના છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે. એટલું જ નહીં મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

રિવરફ્રન્ટ પર બર્ડ સ્કેર કેનન ગન્સ
આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લે સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

બપોર સુધી કેટલાક રૂટને બંધ કરી દેવાયા
વડાપ્રધાનની આજની મુલાકાતને પગલે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારમાં માર્ગ વાહનવ્યવહાર પર બદલાવામાં આવ્યો છે. જેમાં કેટલાક માર્ગો પર વાહનવ્યહાર બંધ કરીને ડાયવર્ટ કરાયો છે. રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને બંધ કરાય છે. RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. એ સિવાય વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહેશે.

મોદીના ગૃહરાજ્યમાં સી-પ્લેન શરૂ થશે
વડાપ્રધાન આજથી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માટેની સી-પ્લેન સેવાનો શરૂઆત કરાવાશે. એટલું જ નહીં તેઓ સ્પાઈસ જેટના આ સીપ્લેનમાં બેસીને કેવડિયાથી સાબરમતી રિવરફ્રન્ટ આવશે. અગાઉ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં આવ્યા હતા. ત્યારે રાજ્ય અને દેશના મીડિયામાં તેની ખાસ નોંધ લેવાઈ હતી. ફરીવાર આજે નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં બેસશે. એટલું જ તેઓ સી-પ્લેન સેવાનો પોતાના ગૃહરાજ્યમાં પ્રારંભ કરાવી રહ્યા છે. આ તેમના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે.

રિવરફ્રન્ટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
કચ્છના કંડલા મરીન પોલીસની બોટને અમદાવાદ બે દિવસ અગાઉ લાવવામાં આવી છે. વડાપ્રધાનના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમની સુરક્ષા માટે નદીમાં પેટ્રોલિંગ તેના દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવી છે. પોલીસ અને તમામ એજન્સીઓ દ્વારા અહીં નજર રાખવામાં આવી રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post