• Home
  • News
  • પીએમ મોદી ટ્રમ્પ દંપતિને ગાંધીજી અને તેમના આશ્રમ વિશે માહિતી આપશે
post

ટ્રમ્પ અને મેલેનિયા આશ્રમમાં 30 મિનિટ જેટલું રોકાણ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:27:16

અમદાવાદ: અમેરિકાના રાસ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી રોડ શો કરી સીધા ગાંધી આશ્રમ આવશે. આશ્રમમાં તેઓ 30 મિનિટ જેટલું રોકાણ કરવાના છે. જેની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમા સૌપ્રથમ ગાંધી આશ્રમ દ્વારા બંન્ને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે. મોદી અને ટ્રમ્પ આશ્રમમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે જશે. જ્યાં તેઓ ગાંધીજીને સુતરની આંટી પહેરાવી બાપુને વંદન કરશે. ત્યાથી તેઓ મગન નિવાસમાં જશે.

ટ્રમ્પ દંપતિ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લેશે

ગાંધીજી જે ઓરડીમાં રહેતા હતા અને જે ચરખા પર રેટિયો કાંતતા હતા તે જગ્યા એટલે કે હ્યદયકુંજમાં જશે. જ્યાં મોદી ટ્રમ્પ અને તેમના પત્નીને સમગ્ર માહિતી આપશે અને ટ્રમ્પ ત્યાં રેટિયો કાંતશે. બાદમાં તેઓ સાબરમતી નદી કિનારે બનાવેલા સ્ટેજ પરથી નદીનો નજારો માણશે. રિવરફ્રન્ટ પરથી મ્યુનિસિપલ સ્કૂલના બાળકો બંન્ને દેશના ધ્વજ હાથમાં રાખી તેઓનું અભિવાદન કરશે. ટ્રમ્પ અને મેલેનિયાને પીએમ મોદી ગાંધીજી અને તેમના આશ્રમ વિશેની માહિતી આપશે. ટ્રમ્પ દંપતિ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લેશે અને વિઝિટર બુકમાં નોંધ પણ લખશે. આશરે 30 મિનિટ જેટલા સમયગાળામાં સાબરમતી, ગાંધી આશ્રમની મુલાકાત ટ્રમ્પ દંપતિને યાદગાર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post