• Home
  • News
  • મોદીએ ‘સદૈવ અટલ’ પર અટલજીને શ્રદ્ધાંજલિ આપી
post

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 95મી જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સદૈવ અટલ’ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-25 10:14:30

લખનઉ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 95મી જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સદૈવ અટલપહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ, સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મોટાભાગના નેતાઓ સમાધી સ્થળ પર ફૂલ ચડાવવા પહોંચ્યા હતા. મોદી આજે લખનઉમાં વાજપેયીજીની 25 ફૂટ ઉંચી અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા અટલજીની સૌથી ઉંચી પ્રતિમા છે. મોદી અહીં અટલજીના નામે મેડિકલ યુનિવર્સિટીની આધારશિલા પણ મૂકશે.

વડાપ્રધાન અંદાજે એક કલાક લખનઉમાં રહેશે. તેઓ અમૌસી એરપોર્ટથી સીધા લોકભવન પહોંચશે. અહીં પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં તેઓ અટલજી સાથેના સંસ્મરણો પણ શેર કરશે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં અટલજીના સમાધિ સ્થળ સદૈવ અટલજઈને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલજીનું નિધન 16 ઓગસ્ટ 2018માં થયું હતું.

અટલ બિહારી વાજપેયીની અષ્ટધાતુની આ પ્રતિમા 4000 કિલો વજનની છે. તેની કિંમત 89 લાખ છે. ઉત્તરપ્રદેશના સંસ્કૃતિ વિભાગના ડેપ્યૂટી ડિરેક્ટર વાઈપી સિંહે જણાવ્યું કે પ્રતિમામાં 90 ટકાથી વધારે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

સંસ્કૃતિ વિભાગે અટલજીની જયંતી પર લોકભવનમાં 3 દિવસના સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં પહેલાં દિવસે 23 ડિસેમ્બરે વાજપેયીની 51 કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે 24 ડિસેમ્બરે રાષ્ટ્ર ધર્મ, રાષ્ટ્રવાદ અટલ બિહારી વાજપેયી વિષય પર સંગોષ્ઠી કરવામાં આવી હતી. બુધવારે રાષ્ટ્રીય કવિ સંમેલન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.