• Home
  • News
  • ઝેર ઓકનારાઓ મારા મોઢામાં આંગળા ન નાખો, બધા ખુલ્લા પડી જશો : બ્રિજેશ મેરજા
post

જાહેર જીવનમાં હંમેશા સક્રિય રહીશ પણ ભાજપમાં જોડાવું કે નહીં તે સમય જોઈ નક્કી કરીશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 11:04:11

રાજકોટ: મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેમના રાજીનામા પાછળ પૈસા અને સત્તાનો ખેલ હોવાનો ધાનાણીએ આક્ષેપ કર્યો હતો. જેની સામે મેરજાએ તીખા પ્રહાર કર્યા હતા. 

પ્રશ્ન: કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું?
મેરજા: સંગઠન કરનારા જ પક્ષમાં સંગઠન તોડી રહ્યા છે, પ્રભાવી રાજીવ સાતવને અનેકવાર ફરિયાદ કરી પણ ચલતા હે, હોતા હેબસ એવું જ ચાલ્યું. અંતે હું થાક્યો.


પ્રશ્ન: રાજીનામા માટે આ જ સમય પસંદ  શા માટે કર્યો ?
મેરજા: જો આડા દિવસે રાજીનામું આપું તો તેની કોઇ અસર ન થાય તેથી જ આ સમયે રાજીનામું આપ્યું જેથી બધાને ખ્યાલ આવે અને નોંધ લેવાય.


પ્રશ્ન: સોદાબાજી, દબાણ વગેરે જેવા આક્ષેપ શું કામ થઈ રહ્યા છે ?
મેરજા: મારી સામે ઝેર ઓકનારાઓને એટલું જ કહીશ કે જેવું તેવું બોલીને મારા મોઢામાં આંગળા ન નાખો હું બોલ્યો તો બધા ખુલ્લા પડી જશે. 


પ્રશ્ન: ભાજપમાં ક્યારે જોડાશો ?
મેરજા: ભાજપમાં જોડાઈશ કે નહીં તે સમયનો તકાજો જોઈને નિર્ણય લઈશ. પેટાચૂંટણી માટે પણ હજુ રાહ જોઈ રહ્યો છું. હા, પણ એટલું ચોક્કસ છે કે હું ભાગવાનો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post